દેવગઢ બારીઆના વાંદર ગામમાં ટ્રેક્ટર રોડની સાઇડમાં ઉતરતાં પટકાયેલા ચાલકનું મોત | The driver died when the tractor landed on the side of the road in Bandar village of Devgarh Baria | Times Of Ahmedabad

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામે પાનમ નદીમાંથી રાત્રે રેતી ભરીને આવતાં ટ્રેક્ટર રોડની સાઇડમાં ઉતરી જતાં પટકાયેલા ચાલકનું ટાયર નીચે દબાઇ જવાથી મોત નિપજ્યું હતું. આ સંદર્ભે દેવગઢ બારિયા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો.

સ્ટીઅરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત
દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામના માળી ફળિયામાં રહેતા કુરૂમભાઇ વજાભાઇ બારિયા તથા તેમના ભાઇ કેસાભાઇ એમ બન્ને જણા તા.27મીની સાંજના સમયે પોતાનું જીજે-20-એક્યુ-5948 નંબરનું ટ્રેક્ટર લઇને ઘર નજીક આવેલ પાનમ નદીમાંથી રેતી ભરીને પરત આવતાં હતા. તે દરમિયાન કુરૂમભાઇએ ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં રોડની સાઇડમાં ઉતરી ગયું હતુ અને કુરૂમભાઇ ટ્રેક્ટર ઉપરથી નીચે પડી ગયા હતા.

મૃતકની પત્નીએ ફરિયાદ દાખલ કરી
​​​​​​​
ટ્રેક્ટરના મોટા ટાયરો નીચે દબાઇ જતા ઘટના સ્થળે તેમનૂ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારને થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અકસ્માત સંદર્ભે મૃતકની પત્ની મનિષાબેન બારીયાએ દેવગઢ બારિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

أحدث أقدم