No results found

    ATS એ 15 પિસ્તોલ અને 5 તમંચા સાથે 6 ગુનેગારોને ઝડપ્યા, પૂછપરછમાં વધુ 4 લોકોના નામ ખુલ્યા | ATS nabbed 6 criminals with 15 pistols and 5 pistols | Times Of Ahmedabad

    અમદાવાદ9 કલાક પહેલા

    • કૉપી લિંક

    ગુજરાત ATS એ બાતમીના આધારે ગેરકાયદેસર હથિયાર સાથે 2 ગુનેગારોને ઝડપ્યા હતા. આ ઘટનાની વધુ તપાસ કરતા અન્ય 4 ગુનેગારોના નામ પણ સામે આવ્યા હતા, જેથી વધુ 4 એમ કુલ 6 ગુનેગારોને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે.15 પિસ્તોલ અને 5 તમંચા સાથે 6 લોકોની ધરપકડ કરી આર્મ્સ એટક મુજબ ગુનો નોંધ્યો છે.

    વધુ 4 લોકોના નામ ખુલ્યા
    ATS એ બાતમીના આધારે ગીતા મંદિર બસ સ્ટેશન પાસેથી અનિલ જાંબુકીયા અને 2 પિસ્તોલ અને 2 કારતુસ તથા અનિરુદ્ધ ખાચરને 2 પિસ્તોલ અને 2 કારતુસ સાથે પકડ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એકટનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે અન્ય 4 લોકોના નામ ખુલ્યા હતા જે ગેરકાયદેસર હથિયાર રાખે છે જેથી ATS એ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી હતી.

    હથિયારના સપ્લાયમાં અન્ય કોણ કોણ સામેલ છે?
    ભાવેશ મકવાણા,કૌશલ દશાડિયા, ભાવેશ ધોળકિયા અને ઘનશ્યામ મેરની ATS એ ધરપકડ કરી છે. પકડાયેલ તમામ આરોપી રાજકોટ અને સુરેન્દ્રના વતની છે. આરોપીઓ વિરુદ્ધમાં હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી,આર્મ્સ એક્ટ,લૂંટ,પ્રોહીબિશન સહિતના ગુનાઓ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ચુક્યા છે. હથિયાર શા માટે લાવ્યા હતા? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે તથા હથિયારના સપ્લાયમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال