Sunday, April 9, 2023

નવસારી શહેરના અનેક લોકોને દેશ-વિદેશના સસ્તી ટૂરના પેકેજ આપી છેતરપિંડી કરનાર અમદાવાદની કંપની વિરુદ્ધ અંતે ફરિયાદ | A complaint has finally been lodged against the company of Ahmedabad, which cheated many people of Navsari city by giving cheap tour packages to the country and abroad. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A Complaint Has Finally Been Lodged Against The Company Of Ahmedabad, Which Cheated Many People Of Navsari City By Giving Cheap Tour Packages To The Country And Abroad.

નવસારી10 કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારી શહેરના અનેક લોકોને ફોન કરીને શહેરની મોંઘી હોટલમાં ડિનર માટે બોલાવી દેશ-વિદેશના ટૂર પ્લાન સમજાવી તેમની પાસે અઢી લાખ રૂપિયા ઉઘરાવ્યાં બાદ લાંબા સમય સુધી કોઈ ટુર પ્લાન ન કરતા અમદાવાદની વેલોરા નામની ટૂર કંપની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.

નવસારી શહેરમાં રહેતા મનિષાબેન સાવલિયાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે, શહેરમાં 50થી વધુ લોકો સાથે અમદાવાદની વેલોરાહ રિસોર્ટ એન્ડ હોસ્પિટલિટી કંપનીએ દેશ-વિદેશની ટુર પેકેજની લાલચ આપી લોકોની કેપેસીટી જોઈ 30 હજારથી લઈને અઢી લાખ રૂપિયા રોકડા લીધા બાદ લાંબા સમય સુધી ટુર પેકેજ આપવા ઠાગાઠૈયા કરે છે. પૈસા આપી મહિના બાદ પણ ટૂરનું આયોજન ન થતાં મહિલાએ છેતરપિંડી થયાનો અહેસાસ થતાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની કંપનીમાં કામ કરતા કુલ 18 આરોપીઓ સામે 9 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.

ટૂર પેકેજ ચલાવતી આ કંપનીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો તેઓ શહેરની કોઈપણ મોંઘીદાટ હોટલમાં કપલને ફોન પર આમંત્રણ આપે છે. કપલને દુબઈ,માલદીવ, શિમલા, મનાલી સહિતના લોકેશન પ્લાન સમજવામાં આવે છે

ઠગાઈની સ્કીમમાં મોટા ભાગે મધ્યમ વર્ગને ટાર્ગેટ બનાવવામાં આવે છે, જુઓ મોટાભાગે વિદેશમાં ફરવા જતા નથી. જેથી સસ્તી ટુર પેકેજમાં 7 દિવસને 8 રાત્રીનો પ્લાન સમજાવ્યાં વિવિધ કેટેગરી મુજબ પૈસા વસૂલવામાં આવે છે જે પ્લાન અઢી લાખ રૂપિયામાં એકને તો બીજાને તેજ પ્લાન 30 હજારમાં પણ પધરાવી દેવાઈ છે. પૈસા લીધા બાદ આ કંપનીના સંચાલકો લોકોને ટૂર પેકેજની ગોઠવણ કરતા નથી અને ફોન બંધ કરી અજ્ઞાત વાસમાં જતા રહેવાનો આક્ષેપ ફરિયાદી કરી રહ્યા છે.

<

આવા પ્રકારની ફરિયાદ અમદાવાદ શહેરમાં પણ સામે આવી છે જેમાં અનેક લોકો નેશનલ ઇન્ટરનેશનલ ટૂર પેકેજની લહ્યામાં ઠગાયા છે. 21 મે 2022 ના દિવસે નવસારી રહેતા ફરિયાદી મનિષાબેન સાવલિયાએ પૈસા આપ્યા બાદ બે મહિના સુધી કોઈપણ ટુર ન ગોઠવતા તેમણે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી આપી હતી જેના છ મહિના બાદ આજે ફરિયાદ દાખલ થવામાં આવી છે. તપાસ કરતા અધિકારીએ જણાવ્યું છે કે, આ સમગ્ર મામલે અમદાવાદ જઈને તપાસ કરવામાં આવશે અને ધરપકડ પણ થશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: