Monday, April 24, 2023

પાટણ શહેરની આયુષ સોસાયટીમાં પુરતા પ્રમાણમાં પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ, પાલિકામાં રામધૂન બોલાવી | AYUSH society of Patan city, anger among the locals for not getting enough water, Ramdhun was called in the municipality. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • AYUSH Society Of Patan City, Anger Among The Locals For Not Getting Enough Water, Ramdhun Was Called In The Municipality.

પાટણ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5ની આયુષ સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળવાના કારણે રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં પાણીના પ્રશ્નનો કોઈ ઉકેલ ના આવતા આજે 30 થી 35 સોસાયટી ના રહીશો નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં એક પણ કર્મચારી અને અધિકારી હજાર ના હોવાના કારણે અને ઉગ્ર સૂત્રોચાર કરી રામધૂન બોલાવી હતી.

પાટણ શહેરની આયુષ સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળવાના આજે સોસાયટીની રહીશો પાલિકા ખાતે આવી પહોંચી હતી અને પાણી આપવાની માગ કરી હતી. જોકે કોઈ ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ હજાર ના હોવાના કારણે ઓફીસ બહાર બેસી રામ ધૂન બોલાવી હતી. પાલિકા ખાતે પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસરની ઓફિસે તાળા જોવા મળ્યા હતા. જોકે કોઈ હજાર ના હોવાના કારણે બહાર બેસી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: