પોરબંદર30 મિનિટ પહેલા
- કૉપી લિંક
- રાજકોટ-પોરબંદર ટ્રેનના સ્વાગત સમયે અપાઇ ખાતરી
પોરબંદરપોરબંદરના મુસાફરો માટે વધુ એક ખુશીના સમાચાર રેલ્વે વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. રેલ્વે વિભાગ દ્વારા ભાવનગરથી જેતલસર જતી ટ્રેનને પોરબંદર સુધી લંબાવવામાં આવશે. આ ટ્રેનને પોરબંદર સુધી લંબાવવાની ખાતરી ઉપલેટામાં રેલ્વે વિભાગ દ્વારા અપાઇ હતી.
રાજકોટ-પોરબંદર વચ્ચે શરૂ કરાયેલી નવી ટ્રેનનું ઉપલેટામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વાગત કરાયું હતું. ઉપલેટા શહેરમાં રેલ્વે બાબતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેસ્ટન રેલ્વેના જનરલ મેનેજર ને મળીને ટ્રેન અંગે અનેક રજુઆત કરી હતી. તેમાં પોરબંદર – રાજકોટ ડાયરેકટ ટ્રેન અંગે, ઉપલેટા શહેરમાં – લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ આપવા અંગે, ઉપલેટાનું પ્લેટફોર્મે લંબાવવા ટુંકુ પડતું હોય તેને લંબાવાવા અંગે તેમજ ભાવનગર જેતલસર વચ્ચે જે ટ્રેન ચાલુ છે તેને પોરબંદર પોરબંદર સુધી લંબાવવાની રજુઆત છેલ્લા ઘણા સમયથી કરાઇ હતી. જેમાંની રાજકોટ-પોરબંદર ટ્રેન શરૂ કરવાની માંગણી પૂરી કરી દેવામાં આવી છે.
તે ઉપરાંત ઉપલેટા રેલ્વે સ્ટેશનનું પ્લેટફોર્મ લંબાવવાનું ટેન્ડર અને વર્ક ઓર્ડેર જારી કરી દેવાયા છે. જયારે કે જ્યારે ભાવનગર થી જેતલસર વચ્ચે ચાલતી ટ્રેનને પોરબંદર સુધી લંબાવવાની પણ આ તકે ખાત્રી આપવામાં આવતા પોરબંદરના મુસાફરોને પણ તેનો બહોળો લાભ મળશે.