Monday, April 24, 2023

પાટડીમાં બાઈકને ડમ્પરે ટક્કર મારી, વાલેવડાના યુવકનું કમકમાટીભર્યું મોત | Bike hit by dumper in Patdi, youth of Valevda dies | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટડી તાલુકાના વાલેવડા ગામના યુવકનું ડમ્પરની અડફેટે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેમાં વાલેવડા ગામનો યુવાન બાઈક લઈ હાંસલપુર નોકરી પર જઈ રહ્યો હતો. ત્યારે ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે દસાડા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પાટડી તાલુકાના વાલેવડા ગામનો કિશનભાઇ નામનો યુવાન હાંસલપુર ખાતે કૃષ્ણા મોરલી નામની કંપનીમાં નોકરી કરતો હતો. જે નોકરી પર જવા માટે બાઇક લઈને નિકળ્યો હતો. ત્યારે એના મોટાભાઈના મોબાઈલમા ગોપાલભાઈ રતુભાઈ ઠાકોર નામના યુવાનનો ફોન આવ્યો હતો કે, તમારા ભાઈનો વાલેવડા નાવિયાણી રોડ પર એક્સિડન્ટ થયો છે. જેથી તેના મોટાભાઈ દિનેશભાઇ મેરાભાઈ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં જઈને જોતા તેના ભાઈનું બાઇક પડેલું હતું અને બીજીબાજુ કિશનભાઈની લાશ પડી હતી. તેમજ રોડની દક્ષિણ દિશા તરફ ડમ્પર પડ્યું હતું.

ત્યારે જાણવા મળ્યું હતુ કે, કિશનભાઈ નોકરી પર જઈ રહ્યા હતા, તે સમયે બાઇકને ડમ્પરે ટક્કર મારતા બાઇકમાં સવાર કિશનભાઇને માથાના, મોંઢાના ભાગે અને જમણા પગ તથા હાથના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ એનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જેથી મૃતક કિશનના ભાઈ દ્વારા ખાનગી વાહનમાં મૃતકનું પી.એમ. કરાવવા પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આ અકસ્માતની ઘટના અંગે દસાડા પોલીસ મથકે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ દસાડા પોલીસ મથકના પી.એસ.આઈ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…