- Gujarati News
- Local
- Gujarat
- Anand
- The Bike Of A Youth Who Came To Play Cricket In Anand’s Mogri Was Stolen, The Bike Parked In A Field In Ghenasi Was Taken Away By A Trafficker.
આણંદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

આણંદના મોગરી ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડના ગેટ પાસે પાર્ક કરેલું બાઇક કોઇ શખસ ચોરી કરી લઇ ગયો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત ભેટાસી ગામે ખેતરમાં પાર્ક કરેલું બાઇક કોઇ શખસ ઉઠાવી ગયો હતો. આ અંગે આંકલાવ પોલીસે ગુનો નોંધ્યો હતો.
નાપા તળપદમાં રહેતા રાજેન્દ્રકુમાર મણીભાઈ પટેલએ 2018માં બાઇક નં.જીજે 23 ડીએ 8017 ખરીદ્યું હતું. આ બાઇક લઇને તેમનો પુત્ર પિયુષ 19મી એપ્રિલના રોજ રાત્રિના મોગરી ગામે ક્રિકેટ રમવા માટે આવ્યો હતો. જે બાઇક તેણે ગ્રાઉન્ડના ગેટની પાસે પાર્ક કર્યું હતું. દરમિયાનમાં રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સુમારે પિયુષ ક્રિકેટ રમીને બહાર આવ્યો અને જોયું તો બાઇક કોઇ શખસ ચોરી કરી ગયો હતો. આ અંગે તપાસ કરવા છતાં કોઇ પણ પત્તો લાગ્યો નહતો. આખરે આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો.
આંકલાવના ભેટાસી ગામના વાંટા મઠવાળા ફળીયામાં રહેતા હર્ષદસિંહ હરિસિંહ રાજ ખાનગી બેન્કમાં નોકરી કરે છે. તેઓ તેમનું બાઇક 20મી એપ્રિલના રોજ લઇને દેવજીપુરા સીમમાં આવેલા તેમના ખેતરમાં ગયાં હતાં. જ્યાં જમી પરવારી સુઇ ગયાં હતાં. જ્યાં મોડી રાત્રે હર્ષદસિંહ જાગ્યા હતા અને જોયું તો તેમનું બાઇક ન હતું. આથી, તપાસ કરતાં તે ચોરી થઇ ગયું હોવાનું જાયું હતું. આખરે આ અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.