જુનાગઢ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
જૂનાગઢમાં છેલ્લા એક કલાકથી વરસી રહેલા કડાકા ભડાકા સાથેના વરસાદે લોકોને મૂંઝવણમાં મૂક્યા છે. એક તરફ ઈદ અને પરશુરામ જયંતિની ઉજવણીની તળા માર તૈયારીઓ થઈ ગઈ હતી ત્યારે અચાનક જ આવેલા વરસાદે તહેવારોના રંગમાં ભંગ પાડ્યો હોય તેવું દેખાયું છે. જ્યારે મધુરમ વિસ્તારની એક બિલ્ડિંગના એલીવેસન કાચ પણ ભારે ભવનને કારણે તૂટ્યા છે. ત્યારે કાચ તૂટવાના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે આવેલા વરસાદે ખેડૂતોના જીવ અધ્ધરતાલ કરી દીધા છે તો બીજી તરફ આંબે આવેલી કેરીઓ પણ પડી જવાની પૂરી શક્યતા ખેડૂતોએ દર્શાવી છે. ખેતરોમાં પાકેલા ધાન્ય પાકોને પણ મોટી નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.અચાનક જ આવેલા અણધાર્યા વરસાદે રોજિંદા જીવનમાં ખલેલ ઊભી કરી છે તો બીજી તરફ જૂનાગઢના રોડ રસ્તાઓમાં પણ પાણી પાણી થઈ ગયા છે. ત્યારે મનપાયે ગટરના કામ કરી રસ્તા પર માટી નાખવાના કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાની ભોગવી રહ્યા છે. બીજી તરફ આંબાની વાત કરવામાં આવે તો એક તરફ આ વર્ષે માવઠાને કારણે આંબાના પાકનું ઉત્પાદન ઓછું થવાનું છે તો આજે આવેલા વરસાદે આંબાના પાક પરની કેરીઓ પણ ખરી જતા ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે..








