મોડાસામાં હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી અગાઉ શહેરમાં બાઈક રેલી યોજાઈ; બે કિમી લાંબી રેલીમાં જય શ્રીરામના નારા લાગ્યા | A bike rally was held in the city ahead of Hanuman Jayanti celebrations at the Hanumanji temple in Modasa; Jai Shriram slogans were heard in the two km long rally | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • A Bike Rally Was Held In The City Ahead Of Hanuman Jayanti Celebrations At The Hanumanji Temple In Modasa; Jai Shriram Slogans Were Heard In The Two Km Long Rally

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

દિવસે-દિવસે દરેક તહેવારનું મહત્વ ખૂબ વધી રહ્યું છે અને એની ઉજવણી પણ ભારે ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે આગામી હનુમાન જયંતિની સાકરીયા ખાતે આવેલા ભીડ ભંજન હનુમાનજી મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.

વાત છે મોડાસાથી માલપુર રોડ પર 4 કિમી દૂર આવેલા સ્વયંભૂ ભીડ ભંજન હનુમાનજી મંદિરની આગામી 6 એપ્રિલના રોજ હનુમાનજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વારા પરંપરાગત આ દિવસે ભગવાનને તેલથી અભિષેક કરવામાં આવે છે. ભગવાનને સિંદૂર પણ ચડાવવામાં આવે છે. આ દિવસે મારુતિ યજ્ઞ કરવામાં આવે છે. વૈદિક ભૂદેવો દ્વારા યજ્ઞ સંપન્ન કરવામાં આવે છે. દૂર-દૂરથી ભક્તો હનુમાનજીના દર્શને આવતા હોય છે. લગભગ પચાસ હજારથી વધુ લોકો દાદાનો પ્રસાદ લેતા હોય છે. આ મંદિર પાંડવ કાળનું છે જેથી ભગવાન દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે આજે સાકરીયાથી મોડાસા સુધી બાઈકરેલી યોજાઈ હતી. બે કિલોમીટર જેટલી લાંબી બાઇક રેલીમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં પુરુષો ભગવા ડ્રેસમાં સજ્જ થઈ હાથમાં ભગવા ધ્વજ લઈને જય શ્રીરામના નારા લગાવી આખા મોડાસા નગરમાં બાઈક રેલી ફરી હતી અને હનુમાન જયંતિની ઉજવણી અગાઉ નગરજનોને આમંત્રણ આપતો શુભ સંદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post