ઊંઝામાં બાઈક રેલીનું આયોજન કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી; તમામ હોદ્દેદારો રેલીમાં જોડાયા | A bike rally was organized in Unjha to celebrate the foundation day; All office bearers joined the rally | Times Of Ahmedabad

ઊંંઝાએક કલાક પહેલા

  • કૉપી લિંક

6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ઊંઝા શહેરમાં યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું. તેમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, ઊંઝા શહેરના પ્રમુખ શૈલેષ પટેલ, નગરપાલિકા પ્રમુખ રીન્કુ પટેલ, એપીએમસી ચેરમેન દિનેશ પટેલ, તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને અન્ય મોરચાના હોદ્દેદારો રેલીમાં જોડાયા હતા.

1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો અટલ બિહારી બાજપાઈની અધ્યક્ષતા હેઠળ જન્મ થયો. ત્યારે ભારતીય રાજકારણમાં એક નવી આશાનો ઉદય થયો હતો. ભાજપના પુરોગામી તરીકે ભારતીય જનસંઘ 1950, 60 અને 70ના દસકાથી ભારતીય રાજનીતિમાં સક્રિય હતું અને તેના નેતા શ્યામા પ્રસાદ મુખર્જી સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મંત્રીમંડળમાં રહી ચૂક્યા હતા. 1977થી 1979 સુધી જનસંઘ મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જનતા પાર્ટીની સરકારનું એક અભિન્ન અંગ હતું.

ભાજપ ભારતીય જનસંઘ ઉત્તરાધિકારી પાર્ટી છે. જે પોતે 1977માં જનતા પાર્ટીમાં ભેળવી દેવામાં આવી હતી. જનતા પાર્ટીના આંતરિક મતભેદોને 1979માં જનતા સરકારના પતનમાં પરિણમતા 1980માં ભાજપે એક અલગ પક્ષ તરીકે રચના કરી હતી. ભાજપ લોકશાહી અને યોગ્યતાનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટી બની. અહીં કોઈપણ સભ્ય ભલે તેની જાતિ, પ્રદેશ અથવા ધર્મ કોઈપણ હોય તે તેની લાયકાતથી ટોચના સ્થાને પહોંચી શકે એમ હતું. આ લોકો અને કાર્યકર્તાઓની પાર્ટી હતી, વ્યક્તિગત પરિવારની નહીં. પોતાની સ્થાપનાના પ્રારંભથી જ મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત બનાવવા માટે ભાજપા પ્રતિબદ્ધ હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post