પાટણ ખાતે ભગવાન પરશુરામજીની જન્મ જયંતી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાશે | The birth anniversary of Lord Parshuram will be celebrated grandly at Patan | Times Of Ahmedabad

પાટણ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ધર્મની નગરી પાટણ શહેરમાં દરેક ધાર્મિક તહેવારોની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આગામી તારીખ 22 ની એપ્રિલના રોજ પાટણના જગન્નાથ મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલ શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતી પર્વની પાટણ બ્રહ્મ સમાજ દ્વારા ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. તારીખ 22 મી ના રોજ શ્રી જગદીશ મંદિર પરીસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાનની સવારે 9:00 કલાકે ભક્તિ સંગીતના શું મધુર સુરો અને જય જય પરશુરામના ગગનભેદી નાદ વચ્ચે ભવ્ય પરશુરામ રથયાત્રા જગદીશ મંદિર પરિસર ખાતેથી પ્રસ્થાન પામી શહેરના રાજમાર્ગો પર ફરી નિજ મંદિર ખાતે સંપન્ન બનશે.

પાટણ બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતી પર્વની ઉજવણીને યાદગાર બનાવવા ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લાના પ્રમુખ અને જગદીશ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો,ભાઈઓ, બહેનો અને સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા જગદીશ મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાનના મંદિર પરિસર ખાતે ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતીના પર્વની ઉજવણીને યાદગાર બનાવવા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

પાટણમાં નીકળનારી ભગવાન પરશુરામજી ની જન્મ જયંતી પર્વની ભવ્યાતી ભવ્ય રથયાત્રામાં પાટણની ધર્મ પ્રેમી જનતાને જોડાવા અને દર્શન નો લાભ લેવા પરશુરામ રથયાત્રા સમિતિના આયોજકો દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…