સુરેન્દ્રનગર16 મિનિટ પહેલા
- કૉપી લિંક
સમાજ સુરક્ષા પ્રભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંચાલિત સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રિત બાળક રવિને (ઉમર. 07 માસ) ધી જુવેનાઇલ જસ્ટીસ એકટ 2015 અને એડોપ્શન રેગ્યુલેશન -2022ના નિયમોનુસાર દિલ્હીના દંપતીએ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી નિયમોનુસાર આજરોજ તા.12.04.2023, પૂર્વ દત્તક – પ્રિ એડોપ્શન ફોસ્ટર કેરમાં આપેલો છે. રવિના દત્તક પિતા આઈ.ટી કંપનીમાં સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને માતા ગૃહિણી છે.
જેમને 10 વર્ષની એક દીકરી છે. એડોપશન રેગ્યુલેશન 2022 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર સુરેન્દ્રનગરમાં નિયમોનુસાર કેશ દાખલ થશે અને આખરી આદેશ પાસ કરવામાં આવશે. આજના આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આયુષ મંત્રાલય, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુઘાત, બાળ કલ્યાણ સમિતિના જિજ્ઞાબેન પંડયા, કમલેશભાઈ હાડી, ડો.નિલેશભાઈ દ્વિવેદી, અલકેશભાઈ આચાર્ય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમિતકુમાર ભટ્ટ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા, અધિક્ષક જયેશ સપરા, મેનેજર પ્રકાશ ગોહિલ હાજર રહ્યા હતા અને આ ખાસ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.