Sunday, April 23, 2023

મહેસાણાના ડાભલા ચોકડી પાસે અન્ય ગાડીએ ટક્કર મારતા લગ્નમાં જઈ રહેલા પરિવારની કાર પલટી ખાઈ, વૃદ્ધાનું મોત | The car of a family on their way to a wedding overturned after hitting another vehicle near Dabhala Chowkdi in Mehsana, an old man died. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Car Of A Family On Their Way To A Wedding Overturned After Hitting Another Vehicle Near Dabhala Chowkdi In Mehsana, An Old Man Died.

મહેસાણા20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના ડાભલા ચોકડી પર લગ્નમાં જઈ રહેલા પરિવારની ગાડીને અન્ય ગાડીએ ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેમાં લગ્નમાં જતા પરિવારની ગાડીમાં સવાર એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જેથી ટક્કર મારનાર ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી.

અમદાવાદ ખાતે રહેતા લીંબાચીયા ચેતન કુમાર પોતાના માતા-પિતા અને દાદા-દાદી સાથે અમદાવાદથી કડાં ખાતે પોતાની GJ27EA9387 ગાડી લઇ લગ્નમાં જતા હતા. એ દરમિયાન ડાભલા ચોકડી પાસે આવતા મહેસાણા તરફથી આવતી અન્ય ગાડી GJ01KJ4079 ના ચાલકે ફરિયાદીની ગાડીને ટક્કર મારી હતી. અકસ્માતમાં ફરિયાદીની ગાડી પલટી મારી જતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પલટી મારેલ ગાડી સીધી કરી ગાડીમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. જ્યાં ફરિયાદીના દાદી શાંતા બેનને છાતીના ભાગે ઇજાઓ થતા તેઓને વિસનગર સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. બાદમાં અકસ્માત સર્જનાર ગાડી ચાલક સામે વસાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…