Saturday, April 1, 2023

અમદાવાદમાં ઘરમાં તિજોરીની ચાવી બનાવનારે રોકડા અને દાગીનાની ચોરી કરી, લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો | Cash and jewelery were stolen from the safe by a locksmith at a house in Ahmedabad | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં ચોરી અને લૂંટના બનાવો બેફામ પણે વધી રહ્યાં છે. ધોળા દિવસે ઘરમાં ઘૂસીને નજરચૂક કરીને ચોરી કરતી ગેંગ પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે શહેરના વાડજ વિસ્તારમાં તિજોરીની ચાવી બનાવતા શખસે ઘરમાં આવીને મકાન માલિકની નજરચૂક કરીને રોકડા રૂપિયા તથા દાગીનાની ચોરી કરી હતી. જેને ઘરની મહિલા જોઈ જતાં ચોરી કરનારને પકડીને પોલીસના હવાલે કરી દેવાયો હતો. પોલીસે આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તિજોરીની ચાવી બનાવવા ઘરમાં બોલાવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ગઈકાલે વાડજ વિસ્તારમાં તુલસીનગર સોસાયટીમાં બપોરના સમયે તાળાની ચાવી બનાવનારા બે જણા નીકળ્યા હતાં. જેથી આ વિસ્તારમાં રહેતાં એક વ્યક્તિને તેના ઘરની તિજોરીની ચાવી બનાવવી હોવાથી તેમને ઘરમાં બોલાવ્યા હતાં. એક શખસે તિજોરીની ચાવી બનાવવાની શરૂઆત કરી હતી અને બીજો શખસ ઘરના દરવાજા પાસે ઉભો રહ્યો હતો.

શખસને નોટો સંતાડતાં ઘરની મહિલા જોઈ ગઈ
આ દરમિયાન ચાવી બનાવનાર શખસે તિજોરીમાંથી 500ના દરની 33 નોટો નજરચૂક કરીને કાઢી લીધી હતી અને કેડનો કંદોરો પણ ચોરી લીધો હતો. આ શખસને નોટો સંતાડતાં ઘરની મહિલા જોઈ ગઈ હતી અને તેણે બૂમાબૂમ કરતાં બહાર ઉભેલો શખસ ફરાર થઈ ગયો હતો. પરંતુ ઘરમાં રહેલો શખસ પકડાઈ ગયો હતો. લોકોએ તેનું નામ પુછતાં તે વડોદરાનું હોવાનું જણાવ્યું હતું. લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.