ડીસામાં વિવાદિત ગૌશાળાનું દબાણ દૂર કર્યા બાદ પશુઓનાં મોત; પાલિકાએ વ્યવસ્થા ન કરતા પશુઓનાં મોત થયા હોવાના આક્ષેપો | Cattle die after decompression of disputed cowshed in Disa; Allegations that the animals died because the municipality did not manage | Times Of Ahmedabad

ડીસા43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ડીસામાં વિવાદિત ગૌશાળાના દબાણ પાલિકા દ્વારા તોડી પડાતા અને બાકીનું દબાણ પણ તોડવાનું અલ્ટીમેટમ આપતાં ગૌસેવકો ગૌશાળા છોડીને જતા રહેતા પાણી અને ઘાસચારા વગર દશથી બાર પશુઓના મોત થયા હોવાની ઘટના સામે આવતા જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે.

ડીસાની હરીઓમ સ્કૂલ પાછળ હઠીલા હનુમાનજી મંદિર વાળી જમીનમાં 100 બીમાર અને અશક્ત પશુઓની સારવાર થતી હતી અને મકશિહભાઈ દેસાઈ નામના ગૌસેવક એમ્બ્યુલન્સ મારફત બીમાર પશુઓની સેવા કરતા હતા, પંરતું પાલિકાને આ જમીન પર નગરવન બનાવવાનું આયોજન કરીને દબાણ દૂર કરતા પશુઓની હાલત કફોડી બની છે. બે દીવસ અગાઉ પાલિકાની ટીમે પાણીનો અવાડો અને દબાણ દૂર કરી દેતા પશુઓ રજળતા થઈ ગયા છે.

જોકે આ જમીન પરથી ગૌસેવકોને હટી જવાનું જણાવતા ગૌસેવકો ત્યાંથી નીકળી ગયા હતા અને રામભરોસે રહેલા પશુઓમાં દશથી બાર બીમાર પશુઓ ઘાસચારા અને પાણી તેમજ સારવાર વગર મોતને ભેટ્યા હતા. જોકે આ બાબતની જાણ ગૌસેવકોને થતાં તેઓ ગૌશાળા દોડી આવ્યા હતા, પંરતું પાણી અને ઘાસચારો ન હોવાથી શુ કરવું તે મુંજવણમાં મુકાયા હતા.

જોકે પાલિકા દ્વારા દબાણ હટાવ્યા બાદ આ પશુઓને અન્ય જગ્યાએ ખસેડવા જરૂરી હતા અને આ પશુઓ માટે વ્યવસ્થા પણ કરવી જરૂરી હતી. ત્યારે નગરપાલિકાએ કોઈ જ વ્યવસ્થા ન કરતા પશુઓના મોત થતાં ગૌસેવકો રોષે ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم