અકસ્માતના બે બનાવોમાં કુલ બેના મોત; વાવડી બુર્ઝગ વિસ્તારમાંથી બાઈકની ચોરી થતા ફરિયાદ નોંધાઈ | A total of two deaths in two accidents; A complaint of bike theft was registered from Vavadi Burzhag area | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન ગોધરા તાલુકા પોલીસ અને એ ડિવિઝન પોલીસ મથકના અલગ અલગ અકસ્માતના બે બનાવ સંદર્ભે ગોધરા તાલુકાના કેવડિયા ગામે એક બાઇક ચાલકે એક ટીવીએસ મોપેડ ઉપર સવાર ચાલકને અડફેટમાં લેતા ઘટનાસ્થળ ઉપર તેનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ઈસમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા સૈયદવાડા ખાતે એક મકાનના પાયાના ખોદકામ દરમિયાન ત્રણ જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે આજુબાજુમાંથી માટી ધસી પડતા એકનું મોત થયું. જ્યારે અન્ય બે લોકોનો આબાદ બચાવ થયો હતો

ઘટનાસ્થળ પર જ મોત થયું…
પ્રથમ બનાવ સંદર્ભે ગોધરાના વાવડી જલારામ મંદિર પાસે આવેલા ગીતા નિવાસ નંદનવન સોસાયટી ખાતે રહેતા પ્રભુ દયાલ રામ દુલારે વર્માએ જણાવ્યું હતું કે, ગઈકાલે મોટર સાયકલ ચાલક નિતેશ પટેલ પોતાની બાઈક બેફામ હંકારી લાવી ટીવીએસ મોપેડ પર સવાર દીપુ ઘનશ્યામ પાંડે ઉવ 42 નાને અડફેટે લેતા મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે મોટર સાયકલ બાઇક ઉપર પાછળ બેઠેલા કીર્તન પટેલ રહે લાલપુર ડાયરા ફળિયાનાને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે મોટર સાયકલ ચાલક નીતેશ પટેલ પોતાની બાઈક ઘટનાસ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો.

માટી ધસી પડતા મોત…
બીજા બનાવ સંદર્ભે ગોધરા તાલુકાના કાલિયાવાવ નિશાળ ફળિયામાં રહેતા ગોપાલ પટેલિયા એ જણાવ્યું હતું કે, ગઈકાલે ગોધરાના સૈયદવાડા વિસ્તારમાં ગુજરાત ફર્નિસિંગની સામે એક મકાનના પાયામાં ખોદકામ દરમિયાન તેમની પત્ની મણીબેન તથા ભરત ચૌહાણ અને કલા બારીયા ગઈકાલે એક મકાનના પાયાના આશરે દસ ફૂટ નીચે કામ કરતા હતા. તે વખતે આજુબાજુની માટી ઘસી પડતા માટીમાં દબાઈ ગયા હતા. જેમાં કલા બારીયાનું માટીમાં દબાઈ જતા તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

બાઈકની ચોરી થતા ફરિયાદ નોંધાઈ…
ગોધરાના વાવડી બુઝર્ગ ખાતે આવેલા ઉત્સવ બંગલા ખાતે ઘર આંગણે પાર્ક કરી મૂકી રાખેલી બે બાઇકનો કોઈ અજાણ્યા તસ્કરોએ લોક તોડીને લઈ જતા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગોધરા શહેરના વાવડી બુઝર્ગ ઉત્સવ બંગલા ખાતે રહેતા કૃણાલ જગુ ગામિત એ જણાવ્યું હતું કે, આજથી પાંચ દિવસ પહેલા પોતાની મોટર સાયકલ બાઈક જેની કિંમત 25,000 તથા રાકેશ મુખરજીની મોટર સાયકલ બાઇક જેની કિંમત 20,000ની પોતાના ઘર આંગણામાં પર્ક કરી મૂકી રાખી હતી. ત્યારે કોઈ અજાણ્યા તસ્કરોએ બાઈકનું લોક તોડીને લઈ ગયા હતા. જેથી કૃણાલભાઈ જગુભાઈ ગામીત અને રાકેશકુમાર મુખરજી એ ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم