સાબરકાંઠા (હિંમતનગર)3 મિનિટ પહેલા
- કૉપી લિંક
હિંમતનગર શહેરના સ્ટેટ હાઇવે નંબર 9 અને 8ની બાજુમાં આવેલા મોતીપુરા વિસ્તારમાં રોડની સાઇડે હોટલમાં અચાનક ઇકો કાર યાંત્રિક ખામીના કારણે ઘૂસી ગઈ હતી. જેને લઈને ઇકોમાં સવાર મુસાફરોએ મોતને સામે દેખ્યું હતું અને નાશ ભાગ મચી ગઈ હતી.
અમદાવાદ તરફથી ઇકો કાર અચાનક પૂરઝડપે હિંમતનગર તરફ ફંટાઈ હતી. રોડ સાઈડમાં આવેલ બે હોટલના આગળના ભાગમાં ટેન્ટ બાંધેલો હતો જ્યાં ટેબલ હતા. તો ઇકો કાર પૂરઝડપે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ઇકો કારમાં નાના બાળક સાથેનું દંપતી સહિતના 8 જેટલા મુસાફરો હતા. જેમણે મોતને સામે દેખ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે હોટલ બહાર નાસ્તાની દુકાનમાં કડાઈમાં ભરેલું તેલ ઉડ્યું હતું. જે ઇકો કારમાં બેસેલા મુસાફર મહિલા પર પડ્યું હતું. જે માહિલાને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખાનગી રિક્ષામાં લઈ ગયા હતા.