મહિસાગર (લુણાવાડા)24 મિનિટ પહેલા
- કૉપી લિંક
મહીસાગર વીરપુર તાલુકામાં આવેલા કુંભરવાડી ગામે એક ફળિયામાં મકાનમાં રહેતા હિતેશ પંચાલના મકાનની પરસાળના ભાગે અત્યંત ખૂબ જ ઝેરી પ્રજાતિનો પ્રેક્ટિકલ કોબ્રા સાપ ઘૂસી આવતા પરિવારના સભ્યોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારબાદ સ્થાનિક રહીશ નૈતિક ત્રિવેદી દ્વારા સાપનું રેસ્ક્યુ કરતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. જે બાદ ટીમના મેમ્બર હિતેશ પ્રજાપતિ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

વીરપુર તાલુકાના કુંભરવાડી ગામે એક મકાનની પરસાળના ભાગમાં એક બ્લેક કલરનો ફીણ વાળો સાપ ઘૂસી આવ્યો છે. તેવો કોલ નૈતિક ત્રિવેદી દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના મેમ્બર હિતેશ પ્રજાપતિને કરવામાં આવતા હિતેશ સ્થળ પર દોડી આવ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કાર્ય હાથ ધર્યું હતું. તેઓના જણાવ્યા પ્રમાણે આ એક ખૂબ જ ઝેરી પ્રજાતિનો પ્રેક્ટિકલ કોબ્રા સાપ છે. તે ખૂબ ઝેરી આવે છે.

દેશી ભાષામાં તેને નાગ પણ કહેવાય છે. ત્યારે આવા ઝેરીલા સાપથી ડરવાની જરૂર નથી, પંરતુ સાવચેતી રાખવી જરૂરી છે અને કોઈ પણ સાપ નીકળે તો રેસ્ક્યુ ટીમને જાણ કરવા હિતેશ પંચાલે જણાવ્યું હતું. ત્યારે મકાનની પરસાળ માંથી આ પ્રેક્ટિકલ કોબ્રા સાપનું સફળ રેસ્ક્યુ કરી માનવ રહેણાંક વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે છોડી મૂક્યો હતો. ત્યારે આવા અત્યંત ઝેરી સાપને મકાનની પરસાળ માંથી સફળ રેસ્ક્યુ કરી લેતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
0 comments:
Post a Comment