જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને 6થી 9 એપ્રિલ સુધી સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ બંધ રાખવા આદેશ | Regarding Junior Clerk Examination in Vadodara City and District Dated. Order to close coaching classes for competitive exams from April 6 to 9 | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Regarding Junior Clerk Examination In Vadodara City And District Dated. Order To Close Coaching Classes For Competitive Exams From April 6 To 9

વડોદરા27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસ્વીર.

વડોદરા શહેર અને જિલ્લામાં આગામી તા. 9 એપ્રિલને રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી વહીવટી-હિસાબી સંવર્ગના જુનિયર ક્લાર્કની પરીક્ષા સંદર્ભે ગેરરીતિ અટકાવવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા તમામ કોચિંગ ક્લાસ તા. 6થી 9 એપ્રિલ સુધી બંધ રાખવા આદેશો જારી કરવામાં આવ્યા છે.

વડોદરા શહેર અને જિલ્લામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ કમિશનર તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ જે સ્થળોએ જુનિયર કારકૂનની પરીક્ષા લેવાનારી છે, તે કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડની અંદર તા. 9ના રોજ 12.30 કલાકથી 13.30 કલાક સુધી કોઇ પણ વ્યક્તિ સેલ્યુલર ફોન, હેન્ડ સેટ, વોકીટોકી, કોડલેસ ફોન, મોબાઇલ ફોન, વાયરલેસ, ઇલેક્ટ્રિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામા થકી એવો પણ આદેશ જારી કરવામાં આવ્યો છે કે, પરીક્ષા કેન્દ્રોની બહાર આસપાસ 100 મિટરના અંતરમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેનાથી વધુ વ્યક્તિએ ભેગા થવું નહી. 100 મિટરના અંતરની ત્રિજીયામાં ઝેરોક્સ મશીન ચાલું રાખી શકાશે નહી અને લાઉડ સ્પીકર પણ વગાડી શકાશે નહી.

આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાને લગત કોચિંગ ક્લાસ તા. 6થી 9 એમ ચાર દિવસ સંપૂર્ણ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સીઆરપીસીની કલમ નંબર 144 અંતર્ગત બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાનો ભંગ સજાને પાત્ર ગુનો બને છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post