Tuesday, April 4, 2023

ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલીમાં વિરાટ સમૂહલગ્નનું આયોજન કર્યું, CM ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા | MLA Ketan Inamdar hosted a grand mass wedding in Savli, CM Bhupendra Patel was present | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 751 નવયુગલોને નવજીવનની શરૂઆત કરવા માટે શુભેચ્છા પાઠવી હતી. - Divya Bhaskar

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 751 નવયુગલોને નવજીવનની શરૂઆત કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.

વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા આજે 751 નવ યુગલોના 8માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજર રહીને નવદંપતિઓને આશિર્વાદ આપ્યા હતા.

751 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના સ્વ. પિતા મહેન્દ્ર ઇનામદારની જન્મ જયંતિએ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ, ધારાસભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે 751 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

751 નવયુગલોએ એકસાથે પ્રભુતામાં પગલા પાડ્યા.

751 નવયુગલોએ એકસાથે પ્રભુતામાં પગલા પાડ્યા.

CMએ કેતન ઇનામદારના વખાણ કર્યાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 751 નવયુગલોને નવજીવનની શરૂઆત કરવા માટે શુભેચ્છા પાઠવી હતી અને આટલા મોટા ભવ્ય આયોજન કરવા બદલ ધારાસભ્ય કેતન ઈમાનદારના વખાણ કર્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ કેતન ઇનામદારના વખાણ કર્યાં હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાવલીના નગરજનો હાજર રહ્યા હતા.

કેતન ઇનામદાર દર વર્ષે સમૂહ લગ્ન યોજે છે
છેલ્લા ઘણા વર્ષોથી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે તેમાં જોડાઓની સંખ્યા વધતી જઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.