ઉમરગામના સંજાણમાં સેલ્સ પેકેજીંગ કંપનીમાં પેપર વેસ્ટના વજનમાં ચોરી કરતા બે ઈસમો સામે ફરિયાદ | Complaint against two persons for stealing weight of paper waste in sales packaging company in Sanjan, Umargam. | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી પેકિંગ કંપનીમાં છેલ્લા 4 વર્ષથી પેપર વેસ્ટ ઉપડતી એજન્સીના સંચાલક અને ટેમ્પો ચાલકે પેપર વેસ્ટનું વજન વધારે હોવા છત્તા વજન ઓછું બતાવી કંપની સંચાલકો સાથે છેતરપિંડી કરતા કંપની સંચાલકે ઝડપી પાડયા હતા.જેથી પેકેજીંગ કંપનીના સંચાલકે પેપર વેસ્ટ ઉપડતી એજન્સીના સંચાલક ભાઈઓ વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે ગરનાળા પાસે આવેલી શ્રી સેલ્સ પેકેજીંગ કંપનીમાં બોક્સ પેકિંગ મટીરીયલ નો વ્યવસાય મુકુંદભાઈ રમણીક લાલ પારેખ છેલ્લા ચાર વર્ષ ઉપરાંત થી કરતા આવ્યા છે. કંપનીના પેપર વેસ્ટ મટીરીયલ નો કોન્ટ્રાક્ટ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ ને આપવામાં આવ્યો છે. 13 ફેબ્રુઆરીના રોજ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ નો ટેમ્પો ચાલક રામ ગણેશ યાદવ તેનો ટેમ્પો નંબર MH 48 T 5771 લઈ કંપનીમાં પેપર વેસ્ટ નો સામાન ભરવા આવ્યો હતો. કંપનીના ગોડાઉન ઉપરથી લઈ જતા પેપર વેસ્ટ ના વજનમાં ચોરી થતી હોવાની આશંકા જણાતા, કંપનીના રાકેશભાઈ મિશ્રા, શ્યામ સુંદર શ્રી વલ્લભ, તથા લલિતભાઈ જોશી કોન્ટ્રાક્ટર ઉપર વોચ રાખી રહ્યા હતા.

13 ફેબ્રુઆરીના રોજ કંપનીમાંથી પેપર વેસ્ટ ભરી વે બ્રિજ ઉપર વજન કરાવવા કોન્ટ્રાક્ટર ગયો હતો. જ્યાંથી પરત ફરી 7250 કિલો પેપર વેસ્ટ જોવાનું કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું. જેની કંપનીના સંચાલકને શંકા જતા આઇસર ટેમ્પો ફરી વજન કાંટા ઉપર લાવવા જણાવ્યું હતું. નજીક આવેલા વે બ્રિજમાં વજન કરાવતા 10290 કિલો વજન પેપર વેસ્ટનું હોવાનું સામે આવ્યું હતું. જેથી દર વખતે પેપર વેસ્ટ ની ચોરી કોન્ટ્રાક્ટર કરતો હોવાનો અંદાજો લગાવ્યો હતો. 3040 કિલો પેપર વેસ્ટની કિંમત 85120 ની છે. જેને લઇ 85,120 ની છેતરપિંડી ની કોન્ટ્રાક્ટર સામે અને ટેમ્પો ચાલક સામે આજરોજ કંપની સંચાલકોએ ફરિયાદ નોંધાવી હતી. જે છેલ્લા ચાર વર્ષમાં 96 વખત પેપર વેસ્ટ નો માલ સામાન લઈ જઈ તેનું વજન ઓછું બતાવી કંપની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવા નો ફરિયાદમાં કંપની સંચાલકો એ ઉલ્લેખ કર્યો હતો. ઉમરગામ પોલીસે રામ નરેશ ઉર્ફે તેજુ રામ સુમેજ યાદવ અને રામ ગણેશ ઉર્ફે વીજુ રામસુમેજ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post