ગાંધીનગરમાં ગેરેજમાંથી માત્ર 2 મિનિટમાં 3 લાખની ગાડી ચોરાઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદ | A car worth 3 lakhs was stolen from a garage in Gandhinagar in just 2 minutes, the entire incident was captured on CCTV | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના વાવોલ ખાતેના ગેરેજમાં રીપેરીંગ અર્થે રાખેલી રૂ. 3 લાખની ઝાયલો ગાડી માત્ર બે મિનિટના સમયમાં તસ્કર ચોરીને પલાયન થઈ ગયાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ અંગે સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાનો મૂળ વતની 29 વર્ષીય વિજય ગણેશભાઈ ભરીયાણી(રાવળ) માણસાનાં ધેધુ ગામ ખાતે તેના ફોઇના ઘરે રહી વાવોલમાં મહાકાલ ઓટો કાર ગેરેજ એન્ડ વોશિંગ નામનું ગેરેજ ચલાવે છે. જેમાં તે ફોર વ્હીલ ગાડીઓનું સર્વિસ અને સ્પેરપાર્ટ્સ રીપેરીંગનું કામ કરે છે. ગત તા. ચોથી એપ્રિલનાં રોજ સેકટર – 14 નાં ગોકુળપુરા રહેતા મહેન્દ્રભાઇ સોમાભાઇ પટણી ગેરેજ ઉપર ગયા હતા.

અને પોતાની ગાડી અમદાવાદના કુબેર નગર ખાતે બંધ પડી હોવાનું કહી વિજયને ગાડી લઈ આવી રીપેરીંગ કરવા માટેની વાતચીત કરી હતી. જેનાં પગલે વિજય તેના બે કારીગરોને લઈને અમદાવાદ ગયો હતો. જ્યાં બંધ ઝાયલો ગાડી ચેક કરતાં તેની બેટરી ઉતરી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વિજયે બેટરી બદલીને ગાડી ચાલુ કરી દીધી હતી.

બાદમાં ગાડી રીપેરીંગ અર્થે પોતાના ગેરેજ ઉપર લઈ ખુલ્લી જગ્યામાંમાં મૂકી હતી. અને વિજય તેમજ કારીગર જયમીન રાત્રીના ગેરેજ ઉપર સૂઈ ગયા હતા. જ્યારે ગેરેજમાં કામ કરતાં અન્ય કારીગર પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. ત્યારે સવારે ઊઠીને વિજયે જોતા ગાડી જોવા મળી ન હતી. જે અંગે ગાડીના માલિકને ફોન કરીને પૂછતાં તેઓ ગાડી લઈ ગયા નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

આથી વિજયે ગાડી માલિકને બોલાવી લઈ ગેરેજ પાસેની એચ.એલ. ગ્લાસ એલ્યુમિનીયમ નામની દુકાનના માલીક લવકુશભાઇને પણ ફોન કરીને બોલાવ્યા હતા. અને તેમની દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક ઈસમ મધરાતે 1.35 કલાકે અંદર પ્રવેશી ગાડી ખોલીને માત્ર બે મિનિટમાં એટલે કે 1.36, કલાકે ગાડી ચોરીને પલાયન થઈ જતાં જોવા મળ્યો હતો.

જે ગાડીની આજદિન સુધી તપાસ કરવા છતાં તેની કોઈ ભાળ મળી ન હતી. આખરે આસપાસના વિસ્તારોમાં ગાડીની ઘણી તપાસ કરી હતી. પરંતુ આજદિન સુધી ગાડીના સઘળ નહીં મળતા વિજયે સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ઉપરા છાપરી ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ગઈકાલે વધુ ગાડી ચોરાઇ ગયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post