સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકની ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઝેરી સાપ સાથે સરખાવ્યા હતા. તેમણે આપેલા આ નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે. મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજી મલ્લિકા અર્જુનના આ નિવેદનને અભદ્ર ટીમની ગણાવી હતી.
કોંગ્રેસે 91 વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો: પાટીલ
સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસના નેતાઓ વારંવાર અભદ્ર ટીપણી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. શેરીઓમાં બોલવામાં આવતી ગુંડા જેવી ભાષા કોંગ્રેસના નેતાઓ વાપરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી સામે અત્યાર સુધીમાં 91 વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સિનિયર નેતા અભદ્ર ટિપ્પણી કરે તે અશોભનીય છે
પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, આજે ફરી એક વખત કોંગ્રેસના સિનિયર નેતા ગણાતા મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી ઉપર અભદ્ર ટિપ્પણી કરી છે અને અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો છે. સત્તા ગુમાવ્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર અવારનવાર પ્રધાનમંત્રી સામે અભદ્ર ટિપ્પણી કરવા માટે ક્યારેય ખચકાતા નથી.
કર્ણાટકમાં કોંગ્રેસને તેમને પોતાની હાર દેખાઈ રહી છે
વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ કર્ણાટકમાં હાર ભાળી ગયા છે. જેને લઇ પ્રધાનમંત્રી સામે અશોભનીય વાણી વિલાસનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ પ્રકારની વાણી વિલાસ રાષ્ટ્રીય પાર્ટીના નેતા તરીકે ક્યારે શોભે નહીં. કર્ણાટકમાં તેમને પોતાની હાર દેખાઈ રહી છે, એટલે જ આવા શબ્દો વારંવાર નેતાઓ પ્રયોગ કરી રહ્યા છે.

તમામ દેશવાસીઓ તેને આદર સતકર કરે છે
પ્રધાનમંત્રી સમગ્ર દેશવાસીઓના દિલમાં વસે છે. તમામ દેશવાસીઓ તેને આદર સતકર કરે છે, જે આ કોંગ્રેસના નેતાઓથી જવાતું નથી. એટલે આવા પ્રકારની હલકી ભાષા વાપરીને ગંદી રાજનીતિ કરે છે.