Tuesday, April 4, 2023

ભાઈઓ સાથે મજુરીએ આવતી બહેન સાથે કોન્ટ્રાક્ટરે દુષ્કર્મનો પ્રયાસ કર્યો, કહ્યું-‘હું કહું એમ કર નહીં તો જાનથી મારી નાંખીશ’ | The contractor tried to rape the sister, who was working with the brothers, saying - 'Do what I say or else I will kill you' | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને લઈને કડક વલણ અપનાવવાની જરુરિયાત ઊભી થઈ છે. અહીં બીજા રાજ્યમાંથી મજુરીએ આવતી મહિલાઓ સાથે કોન્ટ્રાક્ટરો જબરદસ્તીથી હવસ સંતોષવાનો પ્રયત્ન કરતાં હોય છે, ત્યારે આ મહિલાઓની સુરક્ષા કેવી રીતે કરવી એ એક ગંભીર પ્રશ્ન છે. હાલ શહેરમાં આવી જ એક દુષ્કર્મની ઘટના ચાંદખેડામાં બની છે. રાજસ્થાનથી પોતાના ભાઈઓ સાથે મજુરી માટે આવેલી યુવતી સાથે કોન્ટ્રાક્ટરે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

કોન્ટ્રાક્ટર મજૂરી માટે ચાંદખેડા લઈ ગયો
પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનથી પોતાના ભાઈઓના ઘરે અમદાવાદ આવેલી યુવતી ભાઈઓ સાથે મજુરીએ જતી હતી. તેના ભાઈઓ પણ કડિયા કામની છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. એક દિવસ આ યુવતી તેના ભાઈઓ સાથે જનતાનગર કડિયાનાકા પાસે મજુરી કામ અર્થે ઉભા હતાં. ત્યારે તેના મોટાભાઈ એક વ્યક્તિ સાથે વાતચીત કરતાં હતાં. ઉમેશ પરમાર નામનો આ કોન્ટ્રાક્ટર ચાંદખેડા ખાતેના ન્યૂ સીજી રોડ પાસે તેમને મજુરી અર્થે લઈ ગયો હતો.

એકલતાનો લાભ ઊઠાવી યુવતી સાથે બળજબરી કરી
અહીં પાઈપોનું કામ ચાલતું હતું. યુવતી ત્યાં મજૂરી કરતી હતી ત્યારે ઉમેશ પરમારે કહ્યું હતું કે, ‘ચાલ સિમેન્ટ લેવા જવાનું છે. ત્યારબાદ તે સોસાયટીના બગીચા પાસેના બાથરૂમ પાસે તેને લઈ ગયો હતો. તેણે એકલતાનો લાભ લઈને યુવતીનો હાથ ખેંચીને બાથરૂમમાં તેની છાતી પર હાથ ફેરવીને તેની સાથે શારીરિક અડપલા કર્યા.

‘હું કહું એમ કર, નહીં તો જાનથી મારી નાખીશ’
ત્યારબાદ તેના ગાલ પર ચુંબન કરવા લાગ્યો હતો. ત્યારબાદ તેણે કહ્યું હતું કે, ‘હું કહું એમ કર, નહીં તો જાનથી મારી નાખીશ.’ તેણે જબરદસ્તીથી યુવતીનાં કપડાં ઉતારવાનો પણ પ્રયાસ કર્યો હતો એટલામાં યુવતીએ બુમાબુમ કરતાં તેનો ભાઈ ત્યાં પહોંચી ગયો હતો. આ સમયે ઉમેશ દરવાજાને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગયો હતો. યુવતી ખુબ જ ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ તે તેના ભાઈઓ સાથે ઘરે આવી ગઈ હતી. તેણે ભાઈઓ સાથે પોલીસ સ્ટેશન જઈને ઉમેશ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.