Tuesday, April 18, 2023

બાઇક પર સ્ટંટ કર્યા બાદ સાયકલ ચાલક યુવકને હડફેટે લેતાં મોત | Cyclist kills youth after stunting on bike | Times Of Ahmedabad

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • અકસ્માતની આ ઘટના અમરેલીમાં લાઠી રોડ પર બની
  • ટ્રીપલ સવારીમાં સગીર મિત્રને બાઇક ચલાવવા આપ્યું હતું

અમરેલીમા લાઠી રોડ પર પસાર થઇ રહેલા એક સાયકલ ચાલક યુવક સાથે ટ્રીપલ સવારીમા બાઇક અથડાવી અકસ્માત સર્જતા યુવકનુ મોત નિપજયું હતુ. જયારે બાઇકમા બેઠેલા એક યુવકને ઇજા પહોંચતા સારવારમા ખસેડાયો હતો.

અહીના હનુમાનપરામા રહેતો પાર્થ રાવતભાઇ વાઘ (ઉ.વ.20) પોતાના મોટર સાયકલ નંબર જીજે 10 સીજે 1915મા તેમના બે સગીર મિત્રોને કોલેજ સર્કલ પાસે બોલાવ્યા હતા. બાદમા એક મિત્રને બાઇક ચલાવવા આપ્યુ હતુ અને બંને યુવકો તેની પાછળ બેસી ગયા હતા.

સગીરે બાઇક પુરપાટ ઝડપે દોડાવતા સિવીલ હોસ્પિટલના ગેઇટ સામે એક અજાણ્યો સાયકલ ચાલક યુવક પસાર થતા તેને હડફેટે લીધો હતો. જેના કારણે તેને માથામા ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નિપજયું હતુ. જયારે પાર્થને પણ માથામા ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પિટલમા ખસેડાયો હતો. પોલીસ મૃતક અજાણ્યા યુવકના પરિવારને શોધવા તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસે બાઇક સવાર બે યુવકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: