Sunday, April 2, 2023

દાદા વેધકજી હાલોલમાં કાર્યકરો સાથે સત્સંગથી જોડાયા, આગામી વર્ષે અયોધ્યામાં ગર્ભગૃહનું કાર્ય પૂર્ણ થશે | Dada Vedhakji joins satsang with workers in Halol, Sanctum sanctorum work to be completed in Ayodhya next year | Times Of Ahmedabad

હાલોલ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના માર્ગક્રમણના 60 વર્ષ સસ્ટાબ્દી નિમિત્તે પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી અને અખિલ ભારતીય સત્સંગના સહ પ્રમુખ દાદા વેધકજીએ આજે હાલોલ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યાલય ખાતે પરિષદ અને બજરંગદળના કાર્યકરો સાથે સત્સંગથી જોડાયા હતા. વેધકજી શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ગુજરાતના પ્રવાસે આવેલા છે, જેઓ પંચમહાલ વિભાગમાં પહોંચ્યા હતા જ્યાં કેટલાક સ્થાનો ઊપર કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ ના નાગપુર હેડક્વાર્ટર ખાતે ના કેન્દ્રીય મહામંત્રી અને પોતાના તેજાબી વક્તવ્યને કારણે વેધકજી તરીકે ઓળખતા મહેન્દ્ર દાદા રામ જન્મોત્સવની ઉજવણી દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જેઓ આજે દક્ષિણ ગુજરાત પ્રાંતમાં પ્રવેશ્યા હતા. જ્યાં પંચમહાલ વિભાગમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘ સાથે જોડાયેલા અને પરિષદનું કામ કરતા અનેક કાર્યકરો આજે વેધકજીને મળ્યા હતા.

દક્ષિણ ગુજરાત પ્રાંતમાં આવતા તેઓએ પંચમહાલ વિભાગ ના સંગઠન મંત્રી મનુભાઈ ભરવાડ ના નિવાસસ્થાન શહેર ના ગુણેલી ગામે કાર્યકરો સાથે સત્સંગ કર્યું હતું. જ્યાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ વિભાગ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાંથી ગોધરા નજીક છબનપુર રામજીમંદિર ગુરુધામમાં પહોંચ્યા હતા. જ્યાં જિલ્લાના અનેક કાર્યકરો, સત્સંગ સમિતિઓ સાથે જોડાયેલા સત્સંગીઓ, સંતોએ પણ વેધકજી સાથે મુલાકાત કરી હતી.

ગુજરાતની મુલાકાત અને કાર્યકરો સાથે સત્સંગ કરવા નીકળેલા વેધકજી આજે હાલોલ પહોંચ્યા હતા અને જિલ્લા બજરંગદળ સંયોજક અને હાલોલ પરિષદના ઉત્સાહી કાર્યકર જાલ્પેશ સુથારના નેતૃત્વમાં હાલોલ પ્રખંડના કાર્યાલય ખાતે હાલોલ તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો સાથે સત્સંગ કરી સૌને માર્ગદર્શન આપ્યું હતું. દાદા વેધકજીએ અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલ પ્રભુ શ્રીરામચંદ્રજીના ભવ્ય મંદિરનું આગામી 15 મી જાન્યુઆરી 2024 સુધી ગર્ભગૃહ નિર્માણ પૂરું થતા તરતના શુભ મુહૂર્તમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પુરી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: