الاثنين، 3 أبريل 2023

પાટણમાંથી વિદાય લઇ રહેલા જિલ્લા કલેકટર સુપ્રીતસિધ ગુલાટીને શહેરની વિવિધ એનજીઓ દ્રારા હૂંફાળું વિદાયમાન અપાયું | District Collector Supritsidh Gulati, who is departing from Patan, was given a warm farewell by various NGOs of the city. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • District Collector Supritsidh Gulati, Who Is Departing From Patan, Was Given A Warm Farewell By Various NGOs Of The City.

પાટણ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લા કલેકટર તરીકે પ્રશસનીય કામગીરી કરનાર આઈએએસ અધિકારી તરીકે સુપેરે કામગીરી નિભાવનાર સુપ્રીત સિંઘ ગુલાટી ની ગાંધીનગર ખાતે બદલી થતાં સોમવારના રોજ કલેકટર કચેરીના નવીન કોન્ફરન્સ હોલ ખાતે પાટણ શહેરની વિવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા આભાર દર્શન સાથે વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પાટણ શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંધ ગુલાટી દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં લોકો સાથે સુમેળ ભયૉ વ્યવહાર થી કરાયેલા કામોની મુકત મને પ્રસંસાઓ કરી કોરોનાના કપરા સમયમાં એક અધિકારી તરીકે નહીં પરંતુ પરિવારના સભ્ય તરીકે નાનામાં નાના વ્યક્તિ સાથે ઉભા રહી લોકોના દિલ જીત લઈને સાંતલપુર વિસ્તારના છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા નું નિરાકરણ લાવી ખેડૂતો ની વેદના સાંભળનાર કલેકટર સુપ્રિતસિંધ ગુલાટી ની વિદાય ને વસમી ગણાવી હતી.

પાટણ કલેકટર તરીકે સુંદર કામગીરી કરી વિદાય લઈ રહેલા સુપ્રીતસિંગ ગુલાટી નું પાટણ ની વિવિધ સંસ્થાઓ સાથે ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલ, ડો. રામાવત દ્વારા વિવિધ મોમેન્ટો, શાલ, બુકે આપી સન્માનિત કરી હુંફાળુ વિદાયમાન આપી કલેકટર ની પાટણ શહેર અને જિલ્લામાં કરાયેલ કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.