રાજકોટમાં IPL પર સટ્ટો રમતા ડોકટર ઝડપાયો, ક્રિકેટ સટ્ટા માટે ઓનલાઈન એપ્લિકેશન પર નવુ આઈડી લીધું | Doctor caught betting on IPL in Rajkot, takes new ID on online application for cricket betting | Times Of Ahmedabad

રાજકોટ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ક્રાઇમ બ્રાન્ચના હાથે ક્રિકેટ સટ્ટો રમતા પકડાયેલા બન્ને આરોપીઓ - Divya Bhaskar

ક્રાઇમ બ્રાન્ચના હાથે ક્રિકેટ સટ્ટો રમતા પકડાયેલા બન્ને આરોપીઓ

IPLનો ધમાકેદાર પ્રારંભ થવાની સાથે જ તેના ઉપર સટ્ટો રમવા માટે પંટરો તેમજ સટ્ટો રમાડવા માટે બુકીઓ ‘એક્ટિવ’ થઈ ગયા છે. બીજી બાજુ રાજકોટમાં પોલીસની સટ્ટેબાજો ઉપર ગજબ ધોંસ હોવાને કારણે મોટાભાગના બુકીઓ અજાણ્યા પંટરોને આઈડી આપવાનું ટાળી રહ્યા છે એટલા માટે પંટરો દ્વારા ઓનલાઈન એપ્લીકેશનો ઉપર પૈસા ભરીને આઈડી લેવામાં આવી રહ્યું છે. જો કે તેને પણ પોલીસે પકડવાનું શરૂ કરતાં બુકીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આવા જ એક પંટરરૂપી ડોક્ટરને ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ પર સટ્ટો રમતાં પકડી લેતાં ચકચાર મચી જવા પામી છે.

ડોક્ટર સાહિલના મોબાઇલમાંથી આઈડી મળી આવ્યું

ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે માયાણી ચોક પાસે આવેલા બેકબોન કોમ્પલેક્સ પાસેથી મોબાઈલમાં શંકાસ્પદ હિલચાલ કરી રહેલા સાહિલ મહેશભાઈ ભૂત (ઉ.વ.24) અને દર્શીલ પ્રવીણભાઈ રામાણી (ઉ.વ.21) ની અટકાયત કરી મોબાઈલની તલાશી લેતાં સાહિલના મોબાઈલમાંથી ‘ઓલપેનલ ડોટ કોમ’નામનું આઈડી મળી આવ્યું હતું જેના ઉપર ડૉ.સાહિલ અને દર્શિલ મુંબઈ-બેંગ્લોર વચ્ચે આઈપીએલની ચાલી રહેલી મેચ ઉપર સટ્ટો રમી રહ્યા હતા.

મિત્રોને જોઈ ડોક્ટરને પણ શોર્ટકટથી પૈસા કમાવાની લાલચ જાગી હતી

આ પછી ક્રાઈમ બ્રાન્ચે બન્નેની ધરપકડ કરતાં પૂછપરછમાં ડો.સાહિલે જણાવ્યું કે તે હોમિયોપેથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે અને તેનું કામકાજ પણ બરાબર ચાલી રહ્યું છે. જો કે તેના મીત્રો ક્રિકેટસટ્ટા થકી પૈસા કમાઈ રહ્યા હોવાથી તેને પણ શોર્ટકટથી પૈસા કમાવાની લાલચ જાગી હતી. જો કે તેને સટ્ટો રમતાં આવડતું ન હોવાને કારણે તેણે દર્શિલ રામાણીની મદદ લીધી હતી.

બે મોબાઈલ અને રોકડ સહિત રૂ. 42,000નો મુદ્દામાલ કબજે કર્યો

આ પછી બન્નેએ પહેલાં 10,000 રૂપિયા ભરીને ઓનલાઈન એપ્લીકેશન મારફતે આઈડી લીધું હતું. આ પછી દર્શિલે જેમ જેમ શીખવ્યું તેમ તેમ ડો.સાહિલે સોદો કર્યો હતો. એકંદરે દસેય હજાર રૂપિયાની રકમનો સોદો કરી નાખ્યો હતો પરંતુ તેમાં હાર-જીત થાય તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચે બન્નેને દબોચી લઈને સેમસંગ કંપનીના બે મોબાઈલ તેમજ રોકડ સહિત રૂ. 42,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આઈપીએલ શરૂ થતાંની સાથે જ ક્રાઈમ સહિતની મહત્ત્વની બ્રાન્ચો દ્વારા બુકીઓ અને પંટરો ઉપર બાજનજર રાખવામાં આવી રહી છે અને દરરોજ શહેરના કોઈને કોઈ વિસ્તારમાંથી સટ્ટો રમતાં પંટરો પકડાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم