હાલોલમાં યોજાયેલ ડાયરામાં દેવાયત ખાવડ પર ડોલર વરસાવ્યા | Dollars showered on Devayat Kahvad in Halol | Times Of Ahmedabad

હાલોલ3 કલાક પહેલા

  • કૉપી લિંક

હાલોલ આઈશ્રી સોનલ ચારણ સમાજ દ્વારા આઈશ્રી માં સોનલ અને ચારણેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી દર્શને આવ્યા હતા. મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આઈ સોનલમાંની મૂર્તિના દાતા સ્વ. લક્ષમણભાઈ ગોકડભાઈ જામંગ અને પ્રસાદીના દાતા ડાહ્યા ભાઈ જીવનભાઈ માલરવ રહ્યા હતા.

શનિવારની રાત્રે ‘રાણો રાણાની રીતે’ ફેમ લોકસાહિત્ય કલાકાર દેવાયત ખાવડ અને ભરત દાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. ડાયરાના કાર્યકમમાં પૂ.આઈશ્રી કંકુ કેસર માં, શાંતિ દાસ બાપુ કાટડીયા નેસ પાવાગઢ, રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રિબડા) સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

લોક સાહિત્યકાર દેવાયત ખાવડને સાંભળવા રાજ્યભરમાંથી તેમના ચાહકો આવ્યા હતા. દેવાયત ખાવડ પર આફરીન થયેલા તેમના ચાહકોએ લાખો રૂપિયાની ચલણી નોટોના વરસાદ સાથે ડોલરના પણ ઉછાળતા જોવા મળ્યાં હતાં.

Comments

Popular posts from this blog

Jimmy Butler shrugs off Miami return - Just 'another game'

Refined carbs and meat driving global rise in type 2 diabetes, study says