Sunday, April 23, 2023

ઘોઘંબામાં ભર બપોરે ઇકો કારમાં આગ લાગતા દોડધામ મચી, આખી કાર બળીને ખાખ થઈ ગઈ | Eco car catches fire in foggy afternoon, whole car gets burnt | Times Of Ahmedabad

હાલોલએક કલાક પહેલા

  • કૉપી લિંક

કાર ભડકે બળી.

ઘોઘંબામાં ઘર આંગણે પાર્ક કરેલી એક ઇકો કારમાં આગ લાવતા દોડધામ મચી હતી. ઇકો કારમાં સીએનજી કિટ લગાવેલી હોવાને કારણે આજુબાજુના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આગ ઉપર કાબુ મેળવવા રણજીતનગરની જીએફએલ કંપનીના ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં કાર આગમાં ખાખ થઈ ગઈ હતી.

ઘોઘંબામાં રાજપૂત ફળિયામાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી ઇકો કારમાં બપોરે અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. નજીક રહેતા જિગરભાઈ દરજી સવારે કાલોલ તરફ કામે ગયા હતા. જેઓ બપોરે દોઢેક વાગ્યે ઘરે આવ્યા હતા અને કારને ઘરની નજીક ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. કારમાં આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે. પરંતુ પાર્ક કરેલી કારમાં એન્જીનના ભાગેથી અચાનક આગ લાગતા કાર સળગી હોવાનું પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણવા મળ્યું છે. ઇકોમાં સીએનજી કીટ ફિટિંગ કરેલી હતી.

કારમાં આગ લાગતા બોનેટમાંથી ધુમાડા નીકળ્યા હતા. અને જોત જોતામાં આગમાં આખું વાયરિંગ સળગી ઉઠ્યું હતું, પ્લાસટિકની એસેસરીમાં લાગેલી આગે આગળના ટાયરોને ઝપટમાં લેતા કાર આખી ભડભડ સળગી ઉઠી હતું. આજુબાજુના લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને શું કરવું એ વિચારે ત્યાં સુધીમાં ભર બપોરે આગ લાગતા પળવારમાં આખી કાર સળગી ઉઠી હતી. જોકે રણજીતનગરની જીએફએલ કંપનીના ફાયર ફાઇટરને જાણ કરતા તાબડતોડ પાણીના બંબાઓ લઇએ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

જો કે ત્યાં સુધીમાં આખી કાર સળગીને ખાખ થઈ ગઈ હતી. ફાયર ફાઇટરની ટીમે સળગતી કાર ઉપર પાણીનો છંટકાવ કરી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: