Tuesday, April 18, 2023

અખાત્રિજે બાળલગ્નોની ભીતિ : બોટાદ વહીવટી તંત્ર આગોતરી તપાસમાં લાગ્યું | Fear of child marriages in Akhatrije: Botad administrative system felt in preliminary investigation | Times Of Ahmedabad

બોટાદ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બાળલગ્ન કરાવનારાઓની ખેર નથી, ફોજદારી ગુનો નોંધવા આદેશ

ભારતીય પરંપરા મુજબ અખાત્રીજના દિવસે મોટા પ્રમાણમાં લગ્નો થતાં હોય છે. તેમજ સમૂહ લગ્નનું પણ આયોજન થતું હોય છે. આ લગ્નો પૈકી ઘણી જગ્યાએ બાળ લગ્નોની પણ સંભાવના રહેતી હોય છે. સમૂહ લગ્ન આયોજકો અને વર-કન્યાના માતા-પિતા સહિત જે લોકો આવા બાળ લગ્નની મદદગારીમાં સામેલ હોય તેમના પર ગુનો બને છે. આવા બાળ લગ્નોની જાણકારી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી અથવા પોલીસને મળે તો આવા લગ્ન અટકાવી શકાય છે. જેથી લગ્ન નક્કી થાય તે પહેલા જ વર-કન્યાની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્નનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેવો અનુરોધ બોટાદ જિલ્લા વહીવટી તંત્રએ કર્યો છે.

આ માટે બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ટીમની રચના કરી તા.22/04/2023ને શનિવારે અખાત્રીજના દિવસે બોટાદ જિલ્લામાં જ્યાં લગ્ન થતા હોય ત્યાં બાળલગ્નની તપાસ હાથ ધરવા સુચના અપાઈ છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અને નિયમ-2008 મુજબ 21 વર્ષથી નીચેનો યુવક અને 18 વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવાં કરાવવા કે આવા લગ્ન કરાવવામાં મદદગારી કરવી તે ફોજદારી ગુનો બને છે. જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર કન્યાના માતા-પિતા, વર અને કન્યામાંથી જે પુખ્ત વયનું હોય તે અને લગ્ન કરાવનાર ગોર, મહારાજ તેમજ કેટરર્સ, મંડપ સર્વિસ વાળા, ફોટો ગ્રાફર અને વિડિયો ગ્રાફર વગેરે મદદ કરનાર તમામ ઇસમો સામે ફોજદારી ગુનો બને છે. આ કાયદા હેઠળ રૂપિયા એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ છે.

જો આવા લગ્ન થતાં હોય અને લગ્ન થયા પહેલા જાણ કરવામાં આવે તો લગ્ન અટકાવવામાં આવે છે. અને જો લગ્ન થઈ ગયા હોય તો તેઓની સામે જરૂરી તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જેથી કોઇ પણ વ્યક્તિએ આ પ્રકારના લગ્ન કરવા કે કરાવવા નહીં જો કોઇ બાળ લગ્ન થતાં હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશને અને 100 નંબર પર ચાઇલ્ડ હેલ્પ લાઈન 1098 પર બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદને ફોન નંબર(02849) 271323 અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ફોન નંબર (02849)271322 ઉપર જાણ કરવા બોટાદ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: