સુરત14 મિનિટ પહેલા
- કૉપી લિંક

કાપોદ્રામાં દુકાનના એલઈડી બોર્ડમાં આગ લાગતા અફરા તફરી સર્જાઇ હતી
સુરતના વરાછા હીરાબાગ રોડ પર એલઈડીમાં શોર્ટ સર્કીટથી આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જાહેર રોડ પર આવેલી દુકાનના એલઈડીમાં આગ લાગતા ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો.
સુરતના કાપોદ્રાના હીરાબાગ સર્કલ દુકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. હીરાબાગ પાસે આવેલ ક્લ્ચર વેડિંગ હાઉસના દુકાનની બહાર લગાવવામાં આવેલા એલઈડી બોર્ડમાં શોર્ટ સર્કીટથી આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે અફરા તફરી જેવો સર્જાયો હતો.
આગ પ્રસરતા ત્યાં બીજા માળે આવેલા મધુશાંતિ ડાયાલીસીસ કલીનીકના કાચના દરવાજા પણ તૂટી ગયા હતા. દુકાન બંધ હતી તે સમયે આ ઘટના બની હતી જયારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટાઈલ્સની દુકાન શરુ હોય અને આગની જાણ દુકાનદાર દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી.
ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બીજી તરફ જાહેર રોડ પર આવેલી દુકાન પર બોર્ડમાં આગ પ્રસરતા ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. ઘટના સ્થળે પહોચેલી ફાયર વિભાગની ટીમે ગણતરીની મીનીટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.
ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
ફાયર ઓફિસર વિનોદ રોજીવાડીયાએ જણાવ્યું હતું કે હીરાબાગ મેઈન રોડ કલ્ચર વેડિંગ હાઉસમાં એલઈડીમાં શોર્ટ સર્કીટ થયું હતું. દરમ્યાન ત્યાં આવેલા કલીનીકના કાચના દરવાજા તૂટી ગયા હતા. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ઘટના સ્થળે અમારી ટીમ પહોચી હતી અને 10 મિનીટની અંદર આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.