Sunday, April 23, 2023

સચિન વિસ્તારમાં કૃષ્ણનગરમાં આવેલી મુમતાઝ બિલ્ડીંગની ગેલેરી પડતા બે બાળકોને ઈજા, બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી | Gallery of Mumtaz building in Krishnanagar in Sachin area, two children injured, building evacuated | Times Of Ahmedabad

સુરત40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સચિન વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરની મુમતાઝ બિલ્ડીંગમાં ગેલેરીનો ભાગ પડતા 2 બાળકોને ઇજા - Divya Bhaskar

સચિન વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરની મુમતાઝ બિલ્ડીંગમાં ગેલેરીનો ભાગ પડતા 2 બાળકોને ઇજા

સચિન વિસ્તારના પાલી ગામમાં આવેલા કૃષ્ણનગરમાં મુમતાઝ બિલ્ડીંગમાં ગેલેરી પડતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ગ્રાઉન્ડ પ્લસ ટુ માળની બિલ્ડીંગમાં ગેલેરીનો ભાગ તૂટી પડતા બે બાળકોને ગંભીર ઈજા થઈ હતી.

બે બાળકોને ઈજા
મુમતાઝ બિલ્ડિંગમાં એકાએક જ બીજા માળનો ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો જેનો કાટમાળ નીચેની ગેલેરી ઉપર પડતાં તે પણ તૂટી ગઈ હતી. શાળામાં રજા હોવાને કારણે બાળકો બપોરના સમયે બિલ્ડીંગની નીચે રમી રહ્યા હતા, તે દરમિયાન જ આ ઘટના બની હતી. એકાએક ધડાકાભેર ગેલેરી તૂટી પડતા નીચે રમતા બાળકોના માથાના ભાગને પગના ભાગે ઈજા થઈ હતી.

આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી
ફાયર ઓફિસર હિતેશ પાટીલે જણાવ્યું કે, સચિન વિસ્તારની મુમતાઝ બિલ્ડીંગનો ગેલેરીનો ભાગ તૂટી પડતા રાજકુમાર પાંડે નામના 14 વર્ષના બાળકને માથાના ભાગે ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જેમાં તેને ત્રણથી ચાર જેટલા ટાંકા આવ્યા છે. અંકિત નામનો બાળક પણ ત્યાં રમી રહ્યો હતો. તેના પણ પગના ભાગે ઈજા થઈ હતી. તેની પણ સારવાર ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા બિલ્ડીંગ ઇન્સ્પેક્ટરને બોલાવવામાં આવ્યા હતા તેમજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: