Saturday, April 22, 2023

વડોદરામાં ફાઇનાન્સ કંપનીના સર્વર રૂમમાં ભડકો થતા અફરાતફરી મચી, કાચ તોડી ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી | A fire broke out in the server room of a finance company in Vadodara, the fire brigade broke the glass and put out the fire. | Times Of Ahmedabad

વડોદરા22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફાયર બ્રિગેડ આગ કાબુમાં લીધી

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ ઊર્મિ ચાર રસ્તા નજીક ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલી ચોલામંડલમ ફાઇનાન્સ બેંકની ઓફિસમાં ભર બપોરે આગ ફાટી નીકળી હતી. અચાનક સર્વર રૂમમાં ભડકો થતા અફરાતફરી મચી ગઈ હતી. ઓફિસમાં ધુમાડો જોતા જ કર્મચારીઓ ઓફિસ છોડી નીચે ઉતરી આવ્યા હતા.આગ લાગ્યાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ઓફિસના કાચ તોડીને આગને કાબુમાં લીધી હતી.

પાણી ભરવા ગયેલા કર્મચારીનું ધ્યાન ગયું
મળેલી માહિતી પ્રમાણે અકોટા વિસ્તારના ઊર્મિ ચાર રસ્તા નજીક આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ ચોલા મંડલમ ફાઇનાન્સની ઓફિસમાં સર્વર રૂમમાં આગ ફાટી નીકળી હતી. પાણી ભરવા ગયેલા કર્મચારીનું ધ્યાન ઓફિસમાં લાગેલ આગ પર પડતા તેણે ઓફિસમાં હાજર કર્મચારીઓને જાણ કરતા કર્મચારીઓએ દોડધામ કરી મૂકી હતી. અને સહી સલામત ઓફિસ નીચે ઉતરી આવ્યા હતા.

ફાયર બ્રિગેડ દ્વારા સીડીનો ઉપયોગ કરી આગ કાબુમાં લીધી

ફાયર બ્રિગેડ દ્વારા સીડીનો ઉપયોગ કરી આગ કાબુમાં લીધી

50થી વધુ લોકો હાજર હતા
ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા પ્રમાણે ઓફિસમાં 50થી વધુ લોકો હાજર હતા. જોત જોતામાં આગના ધુમાડાના ગોટે ગોટા ઓફિસમાં ફેલાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને ઘટના અંગે જાણ કરવાંમાં આવતા ફાયર લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, બિલ્ડિંગમાં જવા માટે કોઈ જગ્યા ના હોઈ અને બિલ્ડીંગ કાચની હોઈ ફાયર લશ્કરોએ આગ લાગેલ બીજા માળનો કાચ તોડી ફાયર બ્રિગેડની સીડીનો સહારો લઇ આગ પર કાબુ મેળવ્યો હતો. ધુમાડો હોવાના કારણે ફાયર લાશ્કરોને ઓક્સિજન માસ્ક પહેરી આગ કાબુમાં લેવાની ફરજ પડી હતી.

લોકોના ટોળા ઉમટી પડ્યા

લોકોના ટોળા ઉમટી પડ્યા

ભારે જહેમત બાદ આગ પર કાબુ
આગ લાગતા ઓફિસમાં અફરાતફરી મચી ગઈ હતી. જેને પગલે ઓફિસમાં હાજર એક યુવક પોતાનો જીવ બચાવા ટેરેસ પર ચડી જતા ફાયર બ્રિગેડ દ્વારા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઓફિસ પાસે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.આગના પગલે ફર્નિચર, લેપટોપ, કમ્પ્યુટર, ફાઈલો વગેરે બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: