આણંદએક કલાક પહેલા
- કૉપી લિંક

આણંદની સ્થાનિક ગુના શોધક શાખાએ પેટ્રોલીંગ દરમિયાન ઝાયડસ હોસ્પિટલ પાછળ ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા શખસને પકડી પાડ્યો હતો. આ સટ્ટો રમવા તેને આઈડી અને પાસવર્ડ સુરતના શખસે આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ અંગે બન્ને સામે ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ધૃવલ શના ગોહેલ નામનો શખસ આઈપીએલની ચેન્નઇ સુપર કિંગ અને સનરાઇઝ હૈદરાબાદ ટી20 મેચ પર વેબ સાઇટના માધ્યમથી પૈસાનો મોબાઇલમાં ઓનલાઇન હારજીતનો જુગાર રમી રહ્યા છે. હાલમાં તેના ઘર સ્કાઇલાઇન હાઈટ્સ ફ્લેટની નીચે હાજર છે. આ બાતમી આધારે એલસીબીએ ટીમ બનાવી પંચો સાથે 21મીની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં શંકાસ્પદ શખસને રોકી પુછપરછ કરતાં તે ધૃવલ શના ગોહેલ (ઉ.વ.34, રહે. સ્કાય લાઇન હાઈટસ, આણંદ) હોવાનું જણાવ્યું હતું. તેનો મોબાઇલ જોતા ઇન્ટરનેટના માધ્યમથી વેબ સાઇટ પર ટી20 ક્રિકેટ મેચનો સ્કોર લખેલો હતો. આ અંગે તેની કડક પુછપરછ કરતાં તેણે આઈડી અને પાસવર્ડ જયેશ ઉર્ફે મુન્નો બીપીનચંદ્ર ઠક્કર (રહે.સુરત) પાસેથી લીધું હોવાનું કબુલ્યું હતું. આથી, એલસીબીએ આણંદ શહેર પોલીસ મથકે ધ્રુવલ શના ગોહેલ અને જયેશ ઉર્ફે મુન્નો ઠક્કર સામે ગુનો નોંધી મોબાઇલ, રોકડ સહિત કુલ રૂ.10,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.