Tuesday, April 4, 2023

આનંદીબેન બાદ પ્રથમવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેમ્પ હનુમાનની શોભયાત્રાનો પ્રારંભ કરાવશે, આરતીમાં ભાગ લેશે | For the first time after Anandiben, Chief Minister Bhupendra Patel will start the procession of Camp Hanuman, participate in the Aarti. | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

6 એપ્રિલે હનુમાન જ્યંતિ હોવાથી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે શાહીબાગ ખાતેના કેમ્પ હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિના એક દિવસ અગાઉ શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આરતીમાં ભાગ લઈને આ શોભાયાત્રાનો પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી શોભાયાત્રાનો પ્રારંભ કરાવશે
6 એપ્રિલે હનુમાન જ્યંતિ છે, ત્યારે શાહીબાગ ખાતેના કેમ્પ હનુમાન મંદિર ખાતે આવતીકાલે ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહેલી વખત હાજર રહેશે. અગાઉ આનંદીબેન મુખ્યમંત્રી હતા, ત્યારે એક વખત કેમ્પ હનુમાનજીની શોભાયાત્રાના પ્રારંભમાં હતા, હવે ભુપેન્દ્ર પટેલ પણ પ્રથમ વખત શોભાયાત્રામાં હાજર રહેશે. સવારે 8 વાગે મુખ્યમંત્રી મંદિર પહોંચશે ત્યારબાદ આરતીમાં ભાગ લેશે અને રથને લીલીઝંડી આપશે. આ ઉપરાંત આર્મી ગ્રુપ ઓપરેશનના કમાન્ડન્ટ રથનો પ્રારંભ કરાવશે.

40 સ્વાગત કેન્દ્રો પર રથયાત્રાનું સ્વાગત થશે
રથનો પ્રારંભ થતા કેમ્પ હનુમાનથી રથયાત્રા નીકળશે, જેમાં 30 ટ્રક, 300 ટુ વ્હીલર, 50 ગાડી રહેશે. રસ્તામાં રથયાત્રાનું સ્વાગત કરવા 40 સ્વાગત કેન્દ્રો પણ રાખવામાં આવ્યા છે. 20 કિ.મી. રથયાત્રા કેમ્પ હનુમાનથી વાસણા વાયુદેવના મંદિર સુધી જશે. મંદિરથી સુભાસબ્રિજ, વાળાજ, ઉસમાનપુરા, ઇન્કમટેક્ષ, પાલડી, અંજલિ ચાર રસ્તા, ચંદ્રનગર થઈ વાસણા પહોંચશે. 2 વાગે વાસણા પહોંચશે, ત્યાંથી 2:30 વાગે યાત્રા પ્રસ્થાન કરશે. ધરણીધર, માણેક બાગ, પાંજરાપોળ, વિજય ચાર રસ્તા, સરદાર પટેલનું બાવળું, ઉસમાનપુરા, સુભાસબ્રિજ થઈ યાત્રા મંદિર પરત ફરશે.

રાતના 12 વાગ્યા સુધી ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે
​​​​​​​
6 એપ્રિલે હનુમાન જ્યંતિ નિમિત્તે મંદિરમાં સવારે 6 વાગ્યાથી દર્શન શરૂ થશે. 6:30 વાગે આરતી થશે અને 7થી 9 વાગ્યા સુધી સુંદરકાંડ ચાલશે. 10 વાગે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. 11 વાગે મારુતિ યજ્ઞ થશે. 12:40 ધજા ચઢાવવામાં આવશે. 12 વાગે મંદિરમાં 5000 લોકોનો ભંડારો થશે. રાતે 12 વાગ્યા સુધી ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.