મટોડા, હિંમતનગર, ઇડરમાં ચાર બાઈક ચોરાયા, પ્રાંતિજના ઘડી ગામે દુકાનમાં ચાર્જિંગમાં મુકેલો મોબાઇલ ચોરાયો | Four bikes stolen in Matoda, Himatnagar, Idar, Mobile stolen from grocery shop within hours | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માના મટોડામાં, હિમતનગરના મહાવીરનગરમાં અને ઇડરમાં વલાસણા રોડ પર બે સોસાયટીમાંથી ચાર બાઈક ચોરી થવાના બન્યા હતા. તો પ્રાંતિજના ઘડીમાં કરીયાણાની દુકાનમાં ચાર્જીગ કરવા મુકેલ મોબાઈલ ચોરી થયો હતો. બનાવ અંગે ખેડબ્રહ્મા,હિમતનગર એ ડીવીઝન,ઇડર અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.

ઇડરમાં બે બાઇક ચોરાયા
ઈડરથી વલાસણા રોડ ઉપર આવેલ બે અલગ અલગ સોસાયટીમાં બે દિવસ પહેલા રાત્રિ દરમિયાન અજાણ્યા ચોર ઈસમો ઘર આગળ પાર્ક કરેલી બાઈક ચોરી કરી લઈ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે 3 એપ્રિલના રોજ રાત્રીના સમયે વલાસણા રોડ પર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતા સંકેતભાઈ ભાલચંદ્રભાઇ પટેલે પોતાના ઘર આગળ બાઈક પાર્ક કર્યું હતુ. તો ઇન્દ્રનગર સોસાયટીમાં રહેતા મેહુલભાઈ પ્રકાશભાઈ મોરીએ ઘર આગળ પોતાનું બાઇક પાર્ક કર્યુ હતું દરમિયાન રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ બાઇક ચોરી કરી લઈ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં સંકેતભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે.

મટોડામાં બાઇક ચોરી
ખેડબ્રહ્માના પીપોદરા ગામના રૂમાલભાઈ હુરાભાઈ બુબડીયા પોતાનું બાઈક મટોડા માં આવેલ દેવ કોમ્પલેક્ષમાં 17 દિવસ પહેલા 19 તારીખે પોતાનું બાઈક પાર્ક કર્યું હતું. દરમિયાન બપોરે ત્રણ વાગ્યાથી છ વાગ્યાના સમયગાળામાં અજાણ્યા ચોર ઇસમે બાઇક ચોરી કરી લઈ જતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

15 મિનિટમાં બાઇક ચોરાઇ
હિંમતનગરના મહાવીરનગર સર્કલ પાસે આવેલ પંચદેવ મંદિરની પાછળના ભાગે શૌચાલયની બાજુમાં 3 એપ્રિલના રોજ સવારે 9.15 વાગે કડિયાકામ કરતા રમણભાઈ ગોવિંદભાઈ ચેનભાઈ પોતાનું બાઈક પાર્ક કર્યું હતું. 9.30 રામનભાઈએ બાઇક લેવા જતા બાઇક હતું. તો અજાણ્યો ઈસમ 15 મિનિટમાં બાઈક ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ચાર્જિંગમાં મુકેલો મોબાઇલ ચોરાયો
પ્રાંતિજના ઘડી ગામે શિવ શક્તિ કિરાણા સ્ટોર્સ નામની દુકાનમાં નવ દિવસ પહેલાં 27 માર્ચના બપોરના ત્રણ વાગ્યે સોમવારે શૈલેષભાઈ હરિપ્રસાદ પંડ્યાએ પોતાનો મોબાઈલ વિવો કંપનીનો વાદળી કલરનો રૂપિયા 12000 નો દુકાનમાં ટેબલ પર ચાર્જિંગ કરવા મુકેલ હતો દરમિયાન અજાણ્યો ઇસમ મોબાઈલ ચોરી કરી લઈ જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم