પાટણમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જૈન-જૈનેતરોએ પૂજા-અર્ચના કરી ભગવાન મહાવીર સ્વામીના આર્શીવાદ મેળવ્યાં | A grand procession was held in Patan, Jains and Jainists performed puja and received the blessings of Lord Mahavir Swami. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Grand Procession Was Held In Patan, Jains And Jainists Performed Puja And Received The Blessings Of Lord Mahavir Swami.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જૈન સંપ્રદાયનાં 24માં તીર્થંકર શ્રી મહાવીર ભગવાન ચૈત્ર સુદ તેરસ 2621 માં જન્મ કલ્યાણનાં પાવન દિવસે પાટણ શહેરનાં પીંપળાગેટ વિસ્તારમાં આવેલ પ્રાચીન પંચાસર દેરાસર ખાતે મંગળવારે પાર્શ્વનાથ પ્રભુને સુશોભીત આંગી કરી હતી. જયાં જૈન-જૈનેતરોએ પૂજા અર્ચના સહિત અભિષેક પૂજાવિધી કરી ભગવાન મહાવીર સ્વામીના આર્શીવાદ મેળવ્યાં હતા.

આ પ્રસંગે પંચાસર દેરાસર ખાતેથી જૈન સાધુ સાધ્વીજી મહારાજોની નિશ્રામાં ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા યોજાઈ હતી.જે શહેરના વિવિધ માર્ગો પર ફરી દેરાસર ખાતે સમાપન કરી હતી.જ્યાં મુની ભગવંતો દ્વારા ભગવાનના જન્મ કલ્યાણનું વ્યાખ્યાન યોજાયુ હતું .જેના શ્રવણનો જૈનોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ભગવાનના જન્મકલ્યાણને લઈ શહેરના ઢંઢેરવાડા ખાતે આવેલા જૈન દેરાસરમાં પ્રભુ શ્રીમહાવીર સ્વામીની મૂર્તિને આંગીના દર્શન ખુલ્લા મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم