Monday, April 24, 2023

ઉપરકોટ નજીકથી વેપારીઓની દુકાનો હટાવી લેવા ગાઈડ મંડળ અને વેપારીઓએ બેઠક બોલાવી, યોગ્ય નિરાકરણ ન આવે તો ધરણા યોજશે | The Guide Mandal and the traders have called a meeting to remove the traders' shops from near Upperkot, if no proper solution is found, they will hold a dharna. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Guide Mandal And The Traders Have Called A Meeting To Remove The Traders’ Shops From Near Upperkot, If No Proper Solution Is Found, They Will Hold A Dharna.

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઉપરકોટ કિલ્લાના રિનોવેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ઉપરકોટ નજીકના વિસ્તારમાં રીનોવેશનના કામ સમયે નડતર રૂપ દુકાનોને હટાવવામાં આવી હતી જેને લઇ અત્યાર સુધી વેપારીઓની દુકાનોને યોગ્ય જગ્યા ન મળતા વેપારીઓ મંડળની મીટીંગ બોલાવી તાત્કાલિક ધોરણે વેપારીઓને દુકાનો માટે યોગ્ય જગ્યા મળે તેવી માંગણી કરવામાં આવી હતી.

ઉપરકોટ વેપારી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ઉપરકોટમાં જ્યારે કામ ચાલુ થયું હતું ત્યારે ઉપરકોટ બહારની જગ્યા પર દુકાનો નડતરરૂપ હતી. ત્યારે નડતરરૂપ દુકાનો ઉપરકોટ પાસેથી હટાવવામાં આવી હતી અને જવાબદાર તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યારે ઉપર કોર્ટનું કામ પૂર્ણ થઈ જાય ત્યારે ફરી ત્યાં દુકાનો રાખી મૂકશો. પરંતુ આજ દિન સુધી ઉપરકોટના કામને પૂર્ણતાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વેપારીઓની દુકાનો ફરીથી યોગ્ય જગ્યા પર મૂકવા માંગણી કરી છે.

તે સમયે નડતરરૂપ દુકાનો જ્યારે હટાવવામાં આવી હતી ત્યારે વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારની લેખિતમાં બાંહેધરી લેવામાં આવી નથી પરંતુ હવે જ્યારે ઉપરકોટનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે વેપારીઓ દ્વારા દુકાનોના પ્રશ્ન લેખિતમાં બાંહેધરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

સંદીપ લાઠીયા એ જણાવ્યું હતું કે પોતે ગાઈડ તરીકે કામ કરે છે ત્યારે વેપારી ઓ અને ગાઈડો દ્વારા ગુજરાત મુખ્યમંત્રી પ્રવાસનમંત્રી અને જૂનાગઢના કલેકટરને પોતાની જગ્યા બાબતે જાણ કરવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના લેખિત પુરાવા આપવામાં આવ્યા નથી. જો આ બાબતે યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાઈડ મંડળ અને વેપારી મંડળ ના 400 થી વધુ લોકો એક દિવસના ધરણા યોજશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: