ભાવનગરના ગોળીબાર હનુમાનજી તથા ઝાંઝરીયા હનુમાનજી મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી | The Hanumanji and Zhanzaria Hanumanji temples of Bhavnagar were crowded with devotees | Times Of Ahmedabad

ભાવનગર39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સમગ્ર ગોહિલવાડ પંથકમાં આજે હનુમાન જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિર તથા અધેવાડા પાસે આવેલા ઝાંઝરીયા હનુમાનજી મંદિરે આજે સવારથી જ દર્શન કરવા ભાવિકોની ભીડ ઉમટી પડી હતી.

મદનમોહનદાસ બાપુએ પણ હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરી
ચૈત્ર સુદ પૂનમના દિવસે રામભક્ત હનુમાનજીના જન્મોત્સવ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર શહેર અને જિલ્લાભરના હનુમાનજી મંદિરમાં આજે સવારથી જ દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા છે. શહેરના પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરે બપોરે 12 વાગે મહાઆરતી કરવામાં આવી હતી. જ્યારે ગોળીબાર મંદિરના મહંત મદનમોહનદાસ બાપુએ પણ હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરી સવારથી જ દર્શન કરવા મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી હતી.

દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી
આ ઉપરાંત શહેરના છેવાડે બજરંગદાસ બાપાના જન્મ સ્થળ એવા અધેવાડા ખાતે આવેલા પ્રસિદ્ધ ઝાંઝરીયા હનુમાનજી મંદિરે પણ સવારથી જ ભાવિકોની ભીડ ઉમટી પડી હતી અને બપોર સુધીમાં હજારો ભાવિકોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારે અને બપોરના સમયે મહાઆરતીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો.

વીએસપી દ્વારા શોભાયાત્રા
મહારાણા પ્રતાપ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રેરીત શ્રી હનુમાન જન્મોત્સવ નિમિતે “શોભાયાત્રા” નીકળશે, આ શોભાયાત્રાનું પ્રસ્થાન શ્રી હનુમાનજીદાદાના મંદિરે કુંભારવાડા, માઢીયારોડ, ધનાભાઈ ની ચાની હોટલ પાસે થી પૂર્ણ થશે, શહેર તથા જિલ્લાના નાના-મોટા તમામ હનુમાનજી મંદિરમાં આજે રામ દરબાર, સુંદરકાંડના પાઠ, મારુતિ યજ્ઞ, મહાપ્રસાદ સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેનો ભાવિકો આસ્થાભેર લાભ લઇ રહ્યા છે રાત્રિના સમયે કેટલાક સ્થળોએ સંતવાણી સહિતના કાર્યક્રમો પણ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post