પાલનપુરના કુંભાસણ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે ભવાની માતાજીના મંદિરે શાંતિયજ્ઞ યોજાયો | A Shantinayajna was held at Bhavani Mataji's temple for world welfare at Kumbasan in Palanpur. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના કુંભાસણ ખાતે આવેલા ભવાની માતાજીના મંદિરે ચૈત્ર સુદ પૂનમ નિમિતે વિશ્વ કલ્યાણ અર્થે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના યુવાનો દ્વારા ગામમાં એકતા, ભાઈચારો જળવાઈ રહે તે હેતુ યજ્ઞનું આયોજન કરાયું હતું.

બનાસકાંઠા જિલ્લાના કુંભાસણ ખાતે આવેલા અતિ પ્રાચીન ભવાની માતાજી ના મંદિરે ચૈત્ર સુદ પૂનમ નિમિતે ગામના તમામ જ્ઞાતિના યુવકો દ્વારા વિશ્વ કલ્યાણ અને ગામમાં એકતા ને ભાઈચારો જળવાઈ રહે અને સમગ્ર ગામ નિરોગી બને તેં હેતુથી શાંતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞના મુખ્ય યજમાન ગુણવંતભાઈ રાવલના મુખારવિંદે શાસ્ત્રોગત વિધિ વિધાનથી મંત્રો ચાર દ્વારા યજ્ઞમાં બેઠેલા યજમાનોને આહુતિ અપાવવામાં આવી હતી. આ પ્રસંગે ગામના દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. કુંભાસણ ખાતે યુવાનો દ્વારા આ યોજાયેલ યજ્ઞમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. ગામના યુવાનો દ્વારા ગામમાં એકતા ભાઈચારો જળવાઈ રહે તેવી માં ભવાની ને પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post