Saturday, April 1, 2023

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે IG ની નિમણુક કરવા NSUI ની માંગ | NSUI demands appointment of IG as state president of Gujarat Congress The name of the new state president of Gujarat Congress will be announced in a few days. Today at the Congress office. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • NSUI Demands Appointment Of IG As State President Of Gujarat Congress The Name Of The New State President Of Gujarat Congress Will Be Announced In A Few Days. Today At The Congress Office.

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુકના નામની થોડા દિવસમાં જાહેરાત કરવામાં આવશે. આજે કોંગ્રેસની કચેરીએ પ્રભારી રઘુ શર્માની હાજરીમાં બેઠકનો દોર શરૂ થયો છે. ત્યારે NSUIના કાર્યકરોએ સોશિયલ મીડિયા પર કેમ્પિયન શરૂ કર્યું છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઇન્દ્રવિજયસિંહ ગોહિલની નિમણુક કરવા માંગણી કરી છે.

કોંગ્રેસની કચેરીએ બેઠકનો દોર શરૂ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કચેરીએ આજથી બેઠકનો દોર શરૂ થયો છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવાને લઈને તથા નવા પ્રદેશ પ્રમુખના નામનો લઈને ચર્ચા પર બેઠક થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ તથા અલગ અલગ આગેવાનો તથા કાર્યકરો બેઠકમાં હાજર રહ્યા હતા. મહિલા મોરચો, યુથ કોંગ્રેસ સાથે રાખીને ધરણા અને વિરોધ કાર્યક્રમ પણ કરવામાં આવશે. બેઠક બહાર પણ મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો હતો.

NSUI દ્વારા પ્રમુખ બનાવવા માંગ કરી
કોંગ્રેસના વિદ્યાર્થી પાંખે બેઠક શરૂ થતા જ આજે કેમ્પિયન શરૂ કર્યું છે. યુવાનેતા અને કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવીજયસિંહ ગોહિલની ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુક કરવા માંગ કરવામાં આવી છે. કાર્યકરોએ ટ્વીટર પર ટ્વીટ કરીને IG ગોહિલની નવા પ્રમુખ બનાવવા માંગ કરી છે. મહત્વનું છે કે કોંગ્રેસની અંદર રહેલા યુવાનો માટે ઇન્દ્રવીજયસિંહ ગોહિલ લોકપ્રિય નેતા છે જેથી યુવાઓએ આજે ઇન્દ્રવીજય માટે માંગણી કરી છે. અગાઉ NSUI દ્વારા પ્રમુખ બનાવવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: