- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- In Ahmedabad, The Husband Used To Torture Physically And Mentally By Saying ‘I Have Not Brought Anything As Dowry From Your Father’s House’.
અમદાવાદ18 મિનિટ પહેલા
- કૉપી લિંક

સમાજમાં આજના આધુનિક યુગમાં પણ દહેજનું દૂષણ દૂર થયું નથી. અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં અનેક પરીણિતાઓનો દહેજની માંગને લઈને સંસાર વિખેરાઈ રહ્યો છે. અમદાવાદમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે દહેજની માંગ અને શારિરીક તથા માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં અસારવામાં રહેતી મહિલા છેલ્લા પાંચેક મહિનાથી તેના પિતાના ઘરે રહે છે. આ મહિલાના લગ્ન 2015ના વર્ષમાં થયાં હતાં. આ મહિલાનો પતિ ઘરમાં કામને લઈને વારંવાર હેરાન પરેશાન કરતો હતો. તે ઉપરાંત પિતાના ઘરેથી દહેજમાં કંઈ લઈને નથી આવી તેમ કહીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જેથી પતિના ત્રાસથી કંટાળીને આ મહિલા તેના પિતાના ઘરે રહેવા જતી રહી હતી. ત્યાંથી જ તે પોતાની હોમગાર્ડ તરીકેની ફરજ બજાવતી હતી.
આ મહિલા પોતાની નોકરી પુરી કરીને જ્યારે ઘરે જતી હતી. તે દરમિયાન બસની રાહ જોઈને સ્ટેન્ડ પર ઉભી હતી. ત્યારે તેનો પતિ આવ્યો અને તેની સાથે મારામારી અને ઝપાઝપી કરવા માંડ્યો હતો. ત્યાં આસપાસના લોકોએ વચ્ચે પડીને મહિલાને બચાવી હતી. ત્યાર બાદ આ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.