જુનાગઢ6 કલાક પહેલા
- કૉપી લિંક
એશિયાનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ અને એશિયાટીક સિંહો નું ઘર સાસણમાં હવે નવી મોડીફાઇડ જીપસીઓ લોન્ચ કરવામાં આવી છે ઘણા સમયથી જૂની જીપસીઓની જગ્યાએ સાસણ સફારીમાંથી હવે નવી જીપસીઓ મૂકવાનું શરું કરાયું છે ત્યારે વન વિભાગના સ્ટાફની હાજરીમાં પ્રવાસીઓને નવી જીપ્સીમાં બેસાડીને જંગલ સફારીમાં રવાના કરાયા હતા.

ગીરમાં એક ખાસ ઇકો ટુરિઝમ વિસ્તાર છે, જે વિસ્તારમાં લોકલ ગાડીઓ ચાલે છે, જેમાં હવે નવતર પ્રયોગ હાથ ઉપર લાવવામાં આવ્યો છે, જીપ્સી એસોસીએશન અને ગ્રામજનો દ્વારા જૂની થઈ ગયેલી જીપ્સી રીપ્લેશ કરીને નવી મોડીફાઈડ જીપ્સીઓ લોંચ કરવામાં આવી છે..જેમાં નવી જિપ્સીના સફર માટે એક જીપનો વર્તમાન દર રૂ. 2,000 છે, જ્યારે નવી 6 સીટની જીપ્સી માટે રૂ. 3,500 અને 8 સીટ માટે રૂ. 4,500 વસૂલાશે,અને 4 સીટ માટે 2,500 વસૂલવામાં આવશે..

સાસણ ગીરના જંગલમાં સફારી દરમિયાન નવી જિપ્સીના કારણે પોલ્યુશન કંટ્રોલ કરવામાં વધુ સફળતા મળશે, અને પ્રવાસીઓની સુવિધાઓમાં પણ વધારો થયો છે, હાલ સાસણ ખાતે પ્રવાસીઓ માટે ત્રણ પ્રકારના વાહનો ઉપલબ્ધ થયા છે, જેમાં 4 પ્રવાસીની સાથે એક ડ્રાઈવર, બીજો 6 પ્રવાસીની સાથે એક ડ્રાઈવર અને હવે 8 પ્રવાસી સાથે એક ડ્રાઈવરવાળી નવી જીપ્સીઓ આવી છે.બે નવી મોડીફાઈડ ગાડી મુકવામાં આવી છે, આગામી સમયમાં વધુ ત્રણ ગાડીઓ આવી રહી છે, અને સમયાન્તરે સાસણમાં તમામ જૂની જિપ્સીઓ બદલાવીને નવા વાહનો મુકવાનું કામ શરું કરાયું છે.

સાસણ ડીસીએફ મોહન રામે જણાવ્યું હતું કે ગીર જંગલ ઇકો ટુરિઝમ વિસ્તાર છે. અને અહીં આવતા પ્રવાસીઓ ઈકો ટુરીઝમ વિસ્તારને ધ્યાનમાં રાખી ફરવા આવતા હોય છે. અને સમયની સાથે ઘણી વસ્તુઓમાં પરિવર્તન આવે છે અને એ જ બદલાવની સાથે ચાલીને આવનાર પ્રવાસીઓને સુવિધા મળે તેવા હેતુથી સાસણ ગ્રામજનો જે સાસણ સફારી પાર્કમાં પોતાની જીપ્સીઓ લઈને જાય છે. તે વાહનોમાં તેમાં બદલાવ કરી પ્રવાસીઓને સુવિધા મળે તે હેતુથી મોડીફાઇડ કરેલો જીપ્સી આજે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

છેલ્લા 25 વર્ષથી સાસણમાં ફોટોગ્રાફી કરવા આવતા વિરલ ધારિયાએ જણાવ્યું હતું કે દર મહિને અહીં સાસણ સફારી પાર્કમાં ફોટોગ્રાફી કરવા આવું છું. અત્યાર ગીરમાં સફારી કરવું એ એક લક્ઝરી તો હતું જ પરંતુ નવી મૂડીફાઇ જીપ્સીના આવવાથી સફારીની મુસાફરી હવે સુપર લક્ઝરી થઈ ગયું છે. આ મોડીફાઇ જીપ્સી પ્રવાસીઓ માટે એકદમ આરામદાયક છે. આ ગાડીની જે ડિઝાઇન બનાવવામાં આવી છે જેમાં કોઈપણ ઉંમરના લોકો આરામથી બેસી શકે છે. અને પરિવાર સાથે આરામથી સફારીની મુલાકાત લઈ શકે છે..આ ગાડીમાં મોબાઈલ ચાર્જિંગ ની સુવિધા પણ આપવામાં આવી છે. આમ સાસણગીરમાં નવી મોડીફાઇડ બેજીપસીઓ શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ મોડીફાઇડ જીપ્સીઓ મુકાશે જેને લઇ પ્રવાસીઓમાં આનંદ છવાયો છે…
