Wednesday, April 26, 2023

ગોધરામાં અધિકારીઓ લાંચ લેવા વચેટીયા રાખવા મંડ્યા; એસીબીએ ખેલ પાડી દીધો; જાણો કયા અધિકારીના વચેટીયા ઝડપાયા | In Godhra, officials resorted to hiring middlemen to take bribes; ACB played the game; Find out which officer's middlemen were caught | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)3 કલાક પહેલા

  • કૉપી લિંક

સરદાર સરોવર નર્મદા નિગમ લી.નાં નાયબ વન સંરક્ષક વતી બે વચેટીયાઓને ગોધરા એસીબી રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. કાલોલ પાસે પસાર થતી નર્મદા મુખ્ય નહેરના બંને બાજુ વૃક્ષારોપણ કરવા તેમજ તેની રખરખાવના ખર્ચના બિલ મંજુર કરવા માટે લાંચની માગણી કરી હતી.

વૃક્ષારોપણ તેમજ તેના રખરખાવા માટેના ખર્ચના બિલો પાસ કરવા માટે કોન્ટ્રાક્ટર પાસે છ લાખની માગણી કરી હતી. જે સંદર્ભમાં બંને વચેટીયા એક લાખ નાયબ વન સંરક્ષક વતી રૂપિયાની માગણી કરી હતી. તેથી ગોધરા એસીબીએ એક લાખની લાંચ સ્વીકારતા બન્નેને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના નાયબ વન સંરક્ષક વી.એસ. તોડકર વતીથી બે વચેટિયાઓ રૂ. એક લાખની લાંચની રકમ લેતા પંચમહાલ એસીબીએ ગોઠવેલા છટકામાં ઝડપાઇ જતાં એસીબી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી હતી.

ફરીયાદીએ વર્ષ 2021-22માં સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ નાયબ વન સંરક્ષક ૫ર્યાવરણ એકમ બ્લોક-એ ત્રીજો માળ રૂમ નં. 312 નર્મદા નહેર ભવન છાણી જકાત નાકા વડોદરા તરફથી જુદી જુદી સાઇડોમાં વનિકરણને લગતી જુદી જુદી કામગીરીઓની જાહેરાત આવતા તેમના નામથી ચાલતી એજન્સી કે જેનો એક્જીક્યુટીવ એન્જીનીયર પાનમ ઇરીગેશન ડીવીજન ગોઘરા નં. PID/AB/TC/3709/2022થી રીન્યોઅલ કરાવેલું હતું.

આ નામથી ટેન્ડર ભરેલુ જે મંજુર થતા નાયબ વન સંરક્ષક ૫ર્યાવરણ તરફથી તા. 04/06/2021થી બોડેલી નર્સરીથી કાલોલ નર્મદા મુખ્ય નહેર સેનેજ 160.000 કિ.મીથી 118.000 સુઘી ૫હોંચાડવાના અને રોપવાના તેમજ આ કચેરીના સરખા પત્ર ક્રમાક: 37 તા. 04/06/2021થી ઉ૫રોક્ત એરીયામાં જે.સી.બી.થી ગાડા બાવળ દુર કરવા નડતર વૃક્ષો દુર કરવા તેમજ સાફ સફાઇની કામગીરી કરવા વર્ક ઓડર મળેલું હતું. આ ટેન્ડર સાથે બીજા કામો રોપાને વર્ષ દરમિયાન પાણી પીવડાવવાની કામગીરી ક્યારા કરવાની કામગીરીનુ ટેન્ડર મંજુર થયેલું હતું.

૫રંતુ વર્ક ઓર્ડરની નકલ આપેલી ન હોય આ ભરેલું ટેન્ડર દરમિયાન ડીપોઝીટો ૫ણ ભરેલી હતી. આ તમામ કામોનું કામ પુર્ણ કરતા જુદા જુદા બિલો મુકતા જે બિલના નાણાં સારું વારંવાર ધક્કા ખવડાવી અને બિલના નાણાં સારું આક્ષેપિત નં.1 નાએ આક્ષેપિત નં.2 ને રૂ. 60,૦૦૦૦ આપી દેવાનું જણાવેલું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય લાંચના છટકાનું આયોજન કરતા તા.25/04/2023ના રોજ લાંચના છટકાનું આયોજન કરતા આક્ષેપિત નં.2 એ રૂ. 1,૦૦,૦૦૦ સ્વીકારી આક્ષેપિત નં.1ની સહી વાળા ચેક ફરિયાદીને આપી સ્વીકારેલા લાંચના નાણાં આક્ષેપિત નં.3 એ પોતાના પર્સનલ એકાઉન્ટમાં જમા કરાવી એકબીજાના મેળાપીણામાં તેમના ફોર વ્હીલર વાહનમાં જતા રહેતા ખાનગી તેમજ સરકારી સોર્સથી તેઓને બંન્ને ડીટેઇન કરી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે.

Related Posts: