- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- In Morbi, The Police Brought The Student To The Exam Center As She Was Late, While Another Examinee Forgot Her Photo, The System Helped.
મોરબી43 મિનિટ પહેલા
- કૉપી લિંક
આજે મોરબી સહીત સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું યોજવામાં આવી હતી. જેમાં પોલીસે પણ ખાસ પેટ્રોલિંગ સહિતની વ્યવસ્થા રાખી હતી. જેમાં એક વિદ્યાર્થીનીને પરીક્ષા સ્થળે પહોંચાડવામાં મોડું થતાં પોલીસે મદદ કરી હતી. તો અન્ય વિદ્યાર્થીની ફોટો ભૂલી ગઈ હોય જેની તંત્રએ મદદ કરી હતી.
જુનીયર ક્લાર્ક પરીક્ષામાં બંદોબસ્તમાં રહેલા પીસીઆર વાનમાં પેટ્રોલિંગ કરનાર કર્મચારીઓની નજર એક પરીક્ષાર્થી પર પડી હતી. જેને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મોડું થયું હોય જેથી બી ડીવીઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણા, શક્તિસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, જયુવેન્દ્રસિંહ રાણા સહિતની ટીમે પરીક્ષાર્થીને તેના પરીક્ષા કેન્દ્ર સેન્ટ મેરી સ્કૂલ સુધી પહોંચાડી હતી.
તો અન્ય એક વિદ્યાર્થીનીનું પરીક્ષા કેન્દ્ર વીસી હાઈસ્કૂલ હોય જ્યાં એક વિદ્યાર્થીની ફોટો ભૂલી ગઈ હતી. ત્યારે કેન્દ્રના હાજર અધિકારીને જાણ કરતા નાયબ મામલતદાર પરેશ ગંભીરે મદદ કરી હતી અને તાત્કાલિક ફોટો પડાવી પરીક્ષાર્થીને પરીક્ષા આપવામાં મદદ કરી હતી. જે અંગેની માહિતી ડેપ્યુટી ડીડીઓ ઈલાબેન ગોહિલે આપી હતી.