- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- In Nakhtrana Taluk, Daughter’s Love Marriage Was Attacked By Rakhi Peer Party, Woman Died During Treatment Due To Severe Burns
કચ્છ (ભુજ )6 મિનિટ પહેલા
- કૉપી લિંક

પશ્ચિમ કચ્છના નત્રત્રાણા તાલુકાના વિજપાસર ગામના યુવાન સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ પુત્રીના ઘરે પહોંચી હુમલો કરતા પુત્રીના સાસુનું મોત નિપજ્યું છે. હુમલો કરવા આવેલા લોકોએ પોતાના પાસે રહેલું જ્વલનશીલ પ્રવાહી મહિલા પર છાંટી દેતા ગંભીર રીતે દાઝી ગયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસ દ્વારા વિજપાસર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?
નખત્રાણા તાલુાકના વિજપાસર ગામના હેમંત નામના યુવાને થોડા સમય પહેલા કડીયા નાના ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્નને લઈ યુવતીના પરિવારજનો નારાજ હતા. જેથી ગઈકાલે યુવતીના 11 જેટલા પરિવારજનો યુવકના ઘર પર ઈકો કારમાં સવાર થઈને પહોંચ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. યુવકને સમજાવી પોતાની પુત્રીને છુટાછેડા આપવાનું કહી ઝઘડો કરવા લાગ્યા હતા. આ સમયે હેમંતના માતા રાધાબેન ફળિયામાં વાસણ ધોઈ રહ્યા હતા ત્યારે તેની સાથે મારામારી કરી બે મહિલાઓએ પોતાના પાસે રહેલું જ્વલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. જેના કારણે રાધાબેન સળગવા લાગતા પરિવારજનોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને ઠારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને અંજામ આપી 11 જેટલા લોકો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ રાધાબેનને તેમના પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

કોની કોની સામે ગુનો નોંધવામાં આવ્યો?
રતનબેન કાનજી શેખા
નર્મદાબેન આશીષ ઉર્ફે બાબુલાલ શેખા
હાર્દિક આશિષ ઉર્ફે બાબુલાલ શેખા
જાનવી આશિષ ઉર્ફે બાબુલાલ શેખા
જાગૃતિ આશિષ ઉર્ફે બાબુલાલ શેખા
જયશ્રી કાનજી શેખા
હેતલબેન રૂપાણી
કાનજી શેખાની બીજી દીકરી
કરણ રૂપાણી
મંગેશ રૂપાણી
પંકજ રૂપાણી
પોલીસે આ 11 આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અને કાવતરા સહિતની કલમો હેઠલ ગુનો નોંધ્યો હતો. જો કે, સારવાર દરમિયાન રાધાબહેનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાતા હવે પોલીસે હત્યાની કલમ ઉમેરવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ છેલ્લા દોઢ-બે વર્ષથી છોકરાં અને છોકરી વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. આ વિશેની જાણ થતાં કન્યા પક્ષ તરફથી યુવક સામે સગીર ધારા હેઠળ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને થોડા મહિનાઓ છોકરીને દૂરના સ્થળે રખાઈ હતી. અલબત્ત પુખતવયમાં પ્રવેશેલી યુવતી અને યુવક રજિસ્ટ્રાર મેરેજ કરીને નખત્રાણા પોલીસ મથકે હાજર થયા હતા. જેની જાણ થતાં ઉશ્કેરાયેલા કન્યાપક્ષના લોકોએ ફરિયાદીના ઘર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. મહિલાના મોતના પગલે વિજપાસર ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ગુનાને અંજામ આપનારા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.