પંચમહાલ (ગોધરા)24 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગોધરા તાલુકાના નંદીસર ગામે ગ્રામ પંચાયતમાં સરકારની વિવિધ યોજના હેઠળ ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું હતું. સને 2015થી 2020 દરમ્યાન માત્ર કાગળ પર કામો બતાવી નાણાંની ઉચાપત સામે આવી હતી.જે અંગે ગોધરા TDO દ્વારા કાકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી હતી. ત્યારે આ કેસ પૈકીના ચંદ્રકાંત સુથાર, અરવિંદ કુમાર ઢિંગા, ભુપેન્દ્ર બારીયા અને અમૃતભાઈ મછારે પંચમહાલ જિલ્લા ખાસ ACB જજ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે આર રબારીની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. ત્યારે જિલ્લા સરકારી વકીલ રાકેશ ઠાકોરની વિગતવાર દલીલોને ધ્યાને લઇ જિલ્લા ખાસ ACB જજ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે આર રબારી દ્વારા તમામ આરોપીઓની આગોતરા જામીન અરજી ડિસ્મિસ કરવામાં આવી હતી.