- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Ahmedabad’s AIS School Accused Of Extorting 1.70 Lakh In The Name Of Activity, DEO Writes To Fee Regulation Committee Seeking Clarification
અમદાવાદ39 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વધારાની એક્ટિવિટીના નામે 1.70 લાખ ઉઘરાવવામાં આવી રહ્યા હતા એવી વાલીઓ તરફથી થોડા દિવસો પહેલા ફરિયાદ કરી હતી. આ ઘટનાક્રમ બાબતે ડીઈઓ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો. ડીઈઓ દ્વારા સ્ફુલ સામે કોઈ કડક પગલાં લેવામાં નહોતા આવ્યા પરંતુ, FRC (ફી રેગ્યુલેશન કમિટી) ને પત્ર લખીને જાણ કરવામાં આવી છે.
ડીઈઓ એ ફી રેગ્યુલેશન કમિટીને પત્ર લખ્યો
અમદાવાદ ડીઈઓ કચેરીએ AIS (અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ) મેનેજમેન્ટને કોઈપણ પ્રકારનો સીધો આદેશ કરવાનું ટાળ્યું છે. સ્કૂલ દ્વારા વધારાની એક્ટિવિટીના નામે 1.70 લાખ રૂપિયા FRCની કોઈપણ મંજૂરી લીધા વિના લેવાતી હોવાની વાલીઓએ ફરિયાદ કરી હતી. ડીઈઓ એ સુનાવણી બાદ AIS એ લીધેલા 1.70 લાખ રૂપિયા અંગે નિર્ણય લેવા FRCને પત્ર લખ્યો છે.
આ અંગે FRC નિર્ણય લેશે
DEO રોહિત ચૌધરીએ કહ્યું કે, વધારાની એક્ટિવિટીના નામે શાળા ફી લઇ શકે પંરતુ, AIS દ્વારા 1.70 લાખ રૂપિયા ફી લેવામાં આવી છે જે ખૂબ વધારે છે, જેના અંગે FRC નિર્ણય લેશે. શાળાએ 600 વાલીઓની માહિતી આપીને કહ્યું છે કે, અમે કોઈને ફરજિયાત વધારાની એક્ટિવિટી માટે ફરજ નથી પાડી. જે બાળકો વધારાની એક્ટિવિટીમાં નથી જોડાયા તેમને અમે એક્ટિવિટી સિવાય અભ્યાસ કરાવી રહ્યા છીએ. સ્કૂલમાં આપવામાં આવતું ભોજન કોઈપણ બાળક માટે ફરજિયાત ના હોવાની સ્કૂલ તરફથી રજુઆત કરાઈ છે.