Monday, April 10, 2023

પાલનપુરમાં કમિશનથી ઓનલાઇન સટ્ટો રમાડતા શખ્સને પોલીસે દબોચ્યો | In Palanpur, the police caught people playing online betting from the commission | Times Of Ahmedabad

પાલનપુરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 15 મોબાઇલ, લેપટોપ સહિત કુલ રૂ. 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત
  • ભાભરજુનાના શખ્સ સહિત ચાર સામે પોલીસ મથકે ફરિયાદ

પાલનપુર હાઇવે વિસ્તારમાં આવેલી ગૌરીપાર્ક સોસાયટીના મકાનમાં કમિશનથી આઇપીએલ ક્રિકેટ મેચનો ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડતા મુળ ભાભરના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જેની પાસેથી 15 મોબાઇલ ફોન, 1 લેપટોપ, ચાર્જર તેમજ રોકડ રકમ સહિત કુલ રૂપિયા 2.11 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પાલનપુરની એગોલારોડ પર આવેલી ગૌરીપાર્ક સોસાયટીના મકાન નંબર 8માં બનાસકાંઠા સાયબર, એલ. સી. બી પોલીસની ટીમે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં લાઈવ રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાઈ રહેલી મેચનો ઓનલાઇન ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતાં મુળ જલારામ નગર, વાવ રોડ, ભાભરનો દિલીપકુમાર ચતુરભાઈ મજેઠીયા (ઠક્કર)ને ઝડપી લેવાયો હતો. જેની પાસેથી પોલીસે 15 મોબાઇલ ફોન, 1 લેપટોપ, ચાર્જર તેમજ રોકડ રકમ રૂપિયા 52,000 સહિત કુલ રૂપિયા 2,11,200નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

સટોડીયાએ પોલીસને જણાવ્યું હતુ કે, તે કમિશનથી સટ્ટો રમાડતો હતો. મોબાઇલ ફોન ભાભરજુનાના રાજેશભાઇ ચૌધરીએ આપ્યો હતો.જ્યારે જુગનું બોમ્બે,જયેશભાઇ રાયચંદાની કમિશન આપતા હતા. પોલીસે ચારેય સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.